Fri,19 April 2024,6:14 pm
Print
header

પાકિસ્તાનમાં ઇઝરાયલનો વિરોધ કરવા યોજાયેલી રેલીમાં બોમ્બ બ્લાસ્ટ, 7 લોકોનાં મોત અનેક ઘાયલ

બલુચિસ્તાનઃ ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે થોડા દિવસના યુદ્ધનો અંત આવ્યો છે આ યુદ્ધમાં 250 જેટલા લોકોનાં મોત થઇ ગયા છે જો કે હવે બંને દેશો વચ્ચે શાંતિ દેખાઇ રહી છે.પરંતુ મુસ્લિમ દેશો હવે ઇઝરાયલની સામે ઉભા થયા છે તુર્કી અને પાકિસ્તાને ખુલ્લેઆમ પેલેસ્ટાઇનનું સમર્થન કરીને ઇઝરાયલ સામે વિરોધ નોંધાવ્યો છે, જેમાં પાકિસ્તાનના દક્ષિણ પશ્ચિમી બલૂચિસ્તાન પ્રાંતમાં ચમન શહેરમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલી યોજાઇ હતી, જેમાં બોમ્બ બ્લાસ્ટ થતા 7 લોકોનાં મોત થઇ ગયા છે અને 14 લોકો ઘાયલ થયા છે.

ઈસ્લામિક સંગઠન જમીયત ઉલેમા-એ-ઈસ્લામ-નજરયાતી (જેયુઆઈ-એન) દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં સિનિયર નેતા અબ્દુલ કાદિર લુની અને કારી મહરૂલ્લા ઉપસ્થિત રહ્યાં હતા અને કદાચ તેમને નિશાન બનાવીને બ્લાસ્ટ કરાયો છે. બોમ્બ બ્લાસ્ટ પછી અહી અફડાતફડી મચી ગઇ હતી, સ્થાનિક પોલીસ અને સેના અહીં પહોંચી ગઇ હતી અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. આ બ્લાસ્ટની હજુ સુધી કોઇ સંગઠને જવાબદારી લીધી નથી, હાલમાં એજન્સીઓ બ્લાસ્ટ મામલે વધુ તપાસ કરી રહી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch