Tue,23 April 2024,4:54 pm
Print
header

ગિલગિટ પર પાકિસ્તાની સેના પ્રમુખે બોલાવી ગુપ્ત બેઠક, અંદરો અંદર ઝઘડયા સેના પ્રમુખ બાજવા અને બિલાવલ ભુટ્ટો

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન સરકારે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના વિવાદિત વિસ્તાર ગિલગિટ-બાલ્ટિસ્તાનને પ્રાંતનો દરજ્જો આપવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી આઝાદ કાશ્મીરનો રાગ આલાપનારા પાકિસ્તાને જાહેરાત કરી છે કે, ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણી પણ યોજશે. PoKને લઈને પાકિસ્તાનના આ નાપાક ષડયંત્રનો આખરે મોટો ખુલાસો થયો છે. માનવામાં આવે છે કે, પાકિસ્તાનના ગિલગિટ પ્લાન પાછળ પાકિસ્તાની સેનાના પ્રમુખ કમર જાવેદ બાજવાનો હાથ છે.

પાકિસ્તાનના જાણીતા પત્રકાર રઉગ ક્લાસરાના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાની સેના પ્રમુખ ગિલગિટને લઈને થોડા સમય પહેલા જ તમામ મુખ્ય રાજકીય પક્ષોના નેતાઓને સેના મુખ્યાલય રાવલપિંડીમાં આયોજીત દાવતમાં આમંત્રિત કર્યા હતાં. જેમાં નવાઝ શરીફના ભાઈ શાહબાઝ શરીફ, આસિફ અલી ઝરદારીના પુત્ર બિલાવલ ભુટ્ટો ઝરદારી સહિત પાકિસ્તાનના અનેક દિગ્ગજ રાજનેતોઓએ ભાગ લીધો હતો. દરમિયાન આઈએસઆઈના પ્રમુખ પણ હાજર રહ્યાં હતાં.

બિલાવલ અને શાહબાઝ શરીફ સાથે સેના પ્રમુખનો ઝઘડો

ક્લાસરાના જણાવ્યા પ્રમાણે લોકતંત્રનો દાવો કરનારા પાકિસ્તાની નેતાઓને સેના પ્રમુખે નોટિસ મોકલી હતી અને સામેલ થનારા કોઈ પણ નેતાએ આ બેઠકને લઈને જાહેરમાં કંઈ જ કહ્યું નથી. આ બેઠક દરમિયાન સેના પ્રમુખ બાજવાએ ગિલગિટને પ્રાંત બનાવાના મુદ્દે ચર્ચા કરી પરંતુ આ સાથે જ બિલાવલ અને શાહબાઝની બાજવા સાથે ચડભડ થઈ ગઈ. બાજવાએ કહ્યું હતું કે, પીઓકે પર ભારતની કાર્યવાહીનો ડર છે અને ચીન આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં રોકાણ કરી રહ્યું છે.માટે અમે ગિલગિટને એક નવો પ્રાંત બનાવવા માંગીએ છીએ.

પરંતુ અચાનક બિલાવલે પાકિસ્તાની રાજનૈતિક બાબતોમાં સેનાના હસ્તક્ષેપનો મુદ્દો ઉઠાવ્યો. બિલાવલ ભુટ્ટોએ કહ્યું હતું કે, આ જ પ્રકારની સ્થિતિ 1971માં ઉભી થઈ હતી અને તે સમયે પણ સેના રાજનૈતિક બાબતોમાં હસ્તક્ષેપ કરી રહી હતી. બિલાવલે 1971ના બાંગ્લાદેશ યુદ્ધનો ઉલ્લેખ કરતા જ પાકિસ્તાની સેના પ્રમુખ ભડકી ઉઠ્યા હતાં. બાજવાએ કહ્યું હતું કે, સેનાને મળવા માટે તમારા જેવા જ નેતા આવે છે. અમે તમારી પાસે નથી આવતા. તે તમારા આંતરીક ઝગડા છે, અમને તેની સાથે કોઈ જ લેવાદેવા નથી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch