Sat,14 March 2026,2:01 am
Print
header

પાકિસ્તાનનનો ફરી અફઘાનિસ્તાન પર હવાઈ હુમલા, 19 લોકોનાં મોતથી પાક. સામે રોષ

  • Published By
  • 2026-02-22 09:24:50
  • /

કાબૂલઃ પાકિસ્તાને રવિવારે વહેલી સવારે અફઘાનિસ્તાન સરહદને અડીને આવેલા વિસ્તારોમાં આતંકી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હોવાનો દાવો કર્યો છે. સરકારના જણાવ્યાં અનુસાર, આ એક ઇન્ટેલિજન્સ આધારિત અને પસંદગીનું ઓપરેશન હતું, જેમાં પ્રતિબંધિત સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અને તેના સહયોગી જૂથોના 7 ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલામાં 19 લોકો માર્યા ગયા છે.

પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, સરહદી વિસ્તારમાં ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા એક જૂથના ઠેકાણાઓ પર પણ પ્રહાર કરવામાં આવ્યો છે. જો કે કાબૂલ સરકારે રોષ વ્યક્ત કરીને બદલો લેવાની ધમકી આપી છે.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતના બરમલ જિલ્લામાં એક ધાર્મિક મદરેસા પર હવાઈ હુમલો કર્યો છે. આ કાર્યવાહીમાં ફાઈટર જેટ્સે બરમલ ઉપરાંત નંગરહાર પ્રાંતના ખોગયાની જિલ્લામાં પણ અનેક ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધી પક્તિકાના બરમલ અને અર્ગુન, તેમજ નંગરહારના ખોગયાની, બહસૂદ અને ગની ખેલ જિલ્લાઓમાં અનેક હવાઈ હુમલા કરવામાં આવ્યા છે.

પાકિસ્તાની સેનાએ અગાઉ જ ચેતવણી આપી હતી કે તેઓ જવાબદાર લોકો વિરુદ્ધ સ્થળની પરવા કર્યા વગર કાર્યવાહી કરશે. અતાઉલ્લાહ તરારે દાવો કર્યો હતો કે ઇસ્લામાબાદની શિયા મસ્જિદ પર થયેલા હુમલા સહિતના તાજેતરના હુમલાઓ અફઘાનિસ્તાનમાં બેઠેલા નેતૃત્વના ઈશારે કરવામાં આવ્યા છે. પાકિસ્તાનનો આરોપ છે કે TTP અફઘાન પ્રદેશમાંથી કાર્યરત છે, જોકે કાબૂલ અને TTP બંને આ આરોપોને નકારતા રહ્યા છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch