કરાંચી: પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં મીની બસ ટ્રક સાથે અથડાતા પલટી મારી ગઇ હતી. જેમાં 4 બાળકો સહિત 7 લોકોનાં મોત થયા છે. પોલીસે રવિવારે આ જાણકારી આપી હતી. ટ્રકે યુ-ટર્ન લીધો અને પાછળથી આવતી મીની બસ તેની સાથે અથડાઈને પલટી ગઈ હતી. મૃતકોમાં એક જ પરિવારના ચાર બાળકો અને બે મહિલાઓનો સમાવેશ થાય છે. તેઓ બધા હોક્સબે બીચ પર ફરવા ગયા હતા.
આ અકસ્માત બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. મૌરીપુર પોલીસ સ્ટેશનના પ્રભારી ચૌધરી તુફૈલે જણાવ્યું કે આ ઘટનામાં અન્ય છ લોકો પણ ઘાયલ થયા છે, તેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. ઇમરજન્સી રિસ્પોન્સ ટીમોએ ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડી હતી. મૃતકોના મૃતદેહોને સિવિલ હોસ્પિટલ કરાંચી (CHK) ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યાં છે. સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે આ ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ સિંધના મહાનિરીક્ષક ગુલામ નબી મેમણને આ ઘટના અંગે વિગતવાર અહેવાલ સુપરત કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમજ આવા અકસ્માતો અટકાવવા પોલીસને કડક પગલાં લેવા આદેશ આપ્યો છે. વ્યસ્ત રસ્તાઓ પર પણ વધુ ઝડપે વાહન ચલાવતા ડ્રાઇવરોના ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ કરવા જોઈએ. વધુ ઝડપે વાહન ચલાવવાને કારણે સુખી પરિવારો બરબાદ થઈ રહ્યાં છે અને માસુમ બાળકો જીવ ગુમાવી રહ્યાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
જાપાનમાં 6.9ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, ત્સુનામીની પણ ચેતવણી જાહેર કરવામાં આવી | 2025-01-13 20:30:44
જામનગરના પીરોટન ટાપુ પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, ધાર્મિક દબાણો દૂર કરાયા- Gujarat Post | 2025-01-13 12:19:32
ગૃહમંત્રી અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતમાં, ઉત્તરાયણ મનાવશે, રાજકીય નિર્ણયો પર પણ થશે ચર્ચા | 2025-01-13 12:12:03
ભવ્ય મહાકુંભ શરૂઃ સંગમમાં ભીડ વધી, વિદેશી ભક્તોએ પણ પવિત્ર સ્નાન કર્યું | 2025-01-13 08:32:36
લોસ એન્જલસ આગમાં સેલિબ્રિટીના ઘર આગમાં થઈ ગયા સ્વાહા, રૂ.10,000 કરોડની હવેલી પણ ખાખ- Gujarat Post | 2025-01-12 10:51:44
અમેરિકાના રાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળ્યાં બાદ ટ્રમ્પ બિઝનેસ કરી શકશે કે નહીં ? | 2025-01-11 11:57:26
હોલીવુડ સ્ટુડિયો માટે ખતરો....અમેરિકામાં વોર્નર બ્રધર્સ-વોલ્ટ ડિઝની સ્ટુડિયો પણ આગમાં, જુઓ તસવીરો | 2025-01-09 15:18:06
તિબેટમાં ભૂકંપના કારણે તબાહી મચી, 126 લોકોનાં મોતના અહેવાલ | 2025-01-07 11:08:53
Fact Check: શું ચીને ભારતીયો માટે વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી છે ? જાણો આ વાયરલ દાવાની સત્યતા | 2025-01-06 17:24:09
ભોપાલ: 52 કિલો સોનું અને રૂ.10 કરોડ રોકડા લઈને જંગલમાં કોણ પહોંચ્યું હતું ? સૌરભ શર્મા કેસમાં મોટો ખુલાસો | 2025-01-12 10:32:29