Thu,25 April 2024,1:56 pm
Print
header

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાનના નિવાસ સ્થાને પહોંચ્યો કોરોના વાઇરસ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં કોરોના સંક્રમણ  ખુબ ઝડપથી વધી રહ્યું છે, હવે કોરોના વાઇરસે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાનખાનના સરકારી નિવાસસ્થાનમાં એન્ટ્રી કરી દીધી છે.અહીંના ચાર કર્મચારીનાં કોરોના વાયરસનાં રિપોર્ટ પોઝિટિવ આંવ્યા છે. ન્યૂઝ એજન્સી આઇએનએનએસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તમામ કર્મચારીઓને ક્વોરન્ટાઇન કરી દેવાયા છે તેમના સંપર્કમાં આવેલા લોકો અંગે તપાસ કરવામાં આવી રહી છે, પ્રધાનમંત્રી આવાસને સેનિટાઇઝ કરવામાં આવી રહ્યું છે. સાવચેતીના તમામ પ્રકારના પગલા લેવામાં આવી રહ્યાં છે.  

પહેલા વડાપ્રધાન ઇમરાનખાને ઇધી ફાઉન્ડેશનના પ્રમુખ ફૈસલ સાથે મુલાકાત કરી હતી, ત્યારે ઇમરાન ખાનનો મેડિકલ ટેસ્ટ કરાયો હતો અને પ્રથમ કેસ જોવા મળ્યો હતો. અન્ય કર્મચારીઓનાં રિપોર્ટ પણ ચકાસવામાં આવી રહ્યાં છે.હાલ પાકિસ્તાનમાં કોરોનાને કારણે સ્થિતિ ચિંતાજનક બની છે. આરોગ્ય કર્મીઓની ઘટ જોવા મળી રહી છે. જ્યારે આરોગ્ય કર્મીઓને પુરતા પ્રમાણમાં એન 95 માસ્ક, ગ્લોવ્ઝ અને પીપીઇ કીટ પણ નથી મળી રહી.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch