ઇસ્લામાબાદ: મુઝફ્ફરાબાદ નજીક પાકિસ્તાની સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. સ્થાનિક મીડિયાએ સૈન્ય પ્રવક્તાને ટાંકીને આ માહિતી આપી છે. PoKમાં પાકિસ્તાન આર્મીની મીડિયા પાંખ ઇન્ટર-સર્વિસીસ પબ્લિક રિલેશન્સએ જણાવ્યું કે, પાકિસ્તાન આર્મીની એવિએશન વિંગનું રશિયન બનાવટનું Mi-17 હેલિકોપ્ટર મુઝફ્ફરાબાદ નજીક તૂટી પડ્યું હતું. આ ભયાનક અકસ્માતમાં હેલિકોપ્ટરમાં સવાર તમામ સૈન્યકર્મીઓનાં મોત નીપજ્યાં છે.
અહેવાલ મુજબ, હેલિકોપ્ટરે જ્યારે ઉડાન ભરી ત્યારે જ તેમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો. સૈન્ય પ્રવક્તાએ જણાવ્યું હતું કે અકસ્માત એટલો ગંભીર હતો કે હેલિકોપ્ટરમાં સવાર એક પણ વ્યક્તિનો જીવ બચી શક્યો નથી. સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હેલિકોપ્ટરમાં સવાર તમામ કર્મચારીઓનાં મોત થયાં છે.
અકસ્માતની માહિતી મળતાં જ સેનાની બચાવ અને રાહત ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. પાકિસ્તાની સેનાએ અકસ્માતનું સાચું કારણ જાણવા માટે તપાસ સમિતિની રચના કરવાનો આદેશ આપ્યો છે. આ બોર્ડ ટેકનિકલ ખામી અને અન્ય સંભવિત કારણોની વિગતવાર તપાસ કરશે. હજુ સુધી હેલિકોપ્ટરમાં સવાર સૈન્યકર્મીઓની ચોક્કસ સંખ્યા અને તેમની ઓળખ અંગેની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. તપાસ પૂર્ણ થયા બાદ જ તમામ તથ્યો સામે આવશે.
A #Pakistan Army Mi-17 helicopter crashed near Muzaffarabad in Pakistan Occupied Kashmir, killing 21 troops onboard. According to the military statement, the helicopter went down during take-off due to a technical fault, leaving no survivors. pic.twitter.com/nRR4UsYVYo
— IDU (@defencealerts) June 10, 2026
આ અકસ્માતને લઈને હવે અનેક પ્રકારના સવાલો ઉઠવા લાગ્યા છે. વાસ્તવમાં આ ઘટના એવા સમયે PoKમાં બની છે, જ્યારે ત્યાં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો ચરમસીમા પર છે. પ્રાથમિક અહેવાલોમાં તેને ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન થયેલો અકસ્માત ગણાવવામાં આવી રહ્યો છે, પરંતુ આ વિસ્તારમાં ચાલી રહેલી હિંસક અથડામણો, વિરોધ પ્રદર્શનો અને વધતા સુરક્ષા તણાવ વચ્ચે ક્યાંક આ હેલિકોપ્ટર કોઈ હુમલાનો શિકાર તો નથી બન્યું ને તેવી પણ ચર્ચા થઈ રહી છે.
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
ફરી યુદ્ધ ભડક્યું: ઈરાનના બંદર અબ્બાસ અને કેશમ પર અમેરિકાના હુમલા, એક જ દિવસમાં બીજી વખત એટેક | 2026-07-13 17:04:50
અચાનક મોત માટે તૈયાર રહેજો, ઈરાની અખબારમાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પને ખુલ્લી ધમકી | 2026-07-13 15:07:08
મેક્સિકોમાં હાઈવે પર એક ટ્રકે અનેક વાહનોને અફડેટે લીધા, 2 બાળકો સહિત 9 લોકોનાં મોત | 2026-07-13 08:07:36