(ફાઇલ ફોટો)
પહેલગામ હુમલા પછી, ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી છે
ભારત વૈશ્વિક કક્ષાએ પાકિસ્તાનને ખુલ્લું પાડી રહ્યું છે
કોલંબોઃ જમ્મુ- કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ ખૂબ જ સતર્ક છે અને શંકાસ્પદ આતંકવાદીઓને પકડવા માટે દરેક શક્ય પ્રયાસો કરી રહી છે. પહેલગામ આતંકવાદી હુમલામાં સંડોવાયેલા 6 શંકાસ્પદો ચેન્નાઈથી વિમાન દ્વારા શ્રીલંકા પહોંચ્યાં હોવાની શંકા છે, આ માહિતી મળ્યાં બાદ બપોરે કોલંબો એરપોર્ટ પર એક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. શ્રીલંકન એરલાઇન્સની ફ્લાઇટ UL122 માં પણ તપાસ કરાઇ હતી.
પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે ભારતીય અધિકારીઓએ શ્રીલંકાને જાણ કરી હતી કે 6 શંકાસ્પદ લોકો વિમાનમાં સવાર હતા. તેમણે કહ્યું કે શંકાસ્પદ લોકો શ્રીલંકન એરલાઇન્સની ફ્લાઇટ દ્વારા કોલંબો પહોંચે તેવી શક્યતા છે. સ્થાનિક અહેવાલો મુજબ શ્રીલંકા પોલીસ, શ્રીલંકા વાયુસેના અને એરપોર્ટ સુરક્ષા એકમોએ સંયુક્ત રીતે શોધખોળ હાથ ધરી હતી. જોકે, તેમને કોઈ શંકાસ્પદ વ્યક્તિ મળી નથી.
પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ભારતે પાકિસ્તાન સામે ઘણા કડક પગલાં લીધાં છે. ભારતે પાકિસ્તાનના વિઝા રદ કર્યા છે. એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યું છે. આમ, ભારતે વિશ્વભરમાં 'આતંકવાદી ફેક્ટરી' તરીકે ઓળખાતા પાકિસ્તાન પર કડક ઘેરાબંધી શરૂ કરી દીધી છે.
ભારતના જળમાર્ગ મંત્રાલયે પાકિસ્તાની ધ્વજવાળા જહાજોને ભારતીય બંદરોમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકી દીધો છે. હજુ પણ ભારત પાકિસ્તાન સામે કડક પગલા ભરવાની તૈયારીઓ કરી રહ્યું છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
પ્રેમ લગ્ન બાદ ઝઘડાથી કંટાળી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ: ચિઠ્ઠીમાં લખ્યું- મેરી વાલીને ગદ્દારી કી હૈ | 2026-07-17 18:26:36
પીએમ અર્બન ચેલેન્જ ફંડ: અમદાવાદના 6 પ્રોજેક્ટ્સ માટે રૂ. 2719 કરોડ મંજૂર | 2026-07-17 18:09:32
ગેનીબેન ઠાકોરે ભુવાઓને આડેહાથ લઈ શું કહ્યું? | 2026-07-17 17:56:05
મગરે 12 વર્ષના છોકરાને જીવતો ફાડી ખાધો, નદીમાં હાથ ધોતી વખતે અચાનક કર્યો હુમલો | 2026-07-17 16:40:29
કચ્છમાં 27 વર્ષીય એરફોર્સના જવાને AK-47 રાઇફલ વડે ગોળી મારીને કરી આત્મહત્યા | 2026-07-17 16:00:51
લંડનમાં હત્યારો બેડરૂમમાં ઘૂસી ગયો અને ભારતીય મહિલાને મોતને ઘાટ ઉતારી, પતિ ઘરની બહાર પડેલા મળી આવ્યા | 2026-07-17 09:11:26
ટ્રમ્પનો મોટો આરોપ, ચીને 2020 ની ચૂંટણીમાં 22 કરોડ અમેરિકી મતદારોનો ડેટા ચોરી લીધો | 2026-07-17 08:40:51
બલૂચિસ્તાનમાં BLAનો મોટો હુમલો, 45 પાકિસ્તાની સૈનિકોને માર્યાનો દાવો | 2026-07-17 08:15:00
કોંગોમાં ઈબોલાનો કહેર ! સંક્રમિત કેસોની સંખ્યા 2,000 ને પાર, 754 દર્દીઓનાં મોત | 2026-07-15 17:17:04
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતા પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સ | 2026-07-14 18:21:29
Fact Check: પત્નીએ પતિની હત્યા કરીને મૃતદેહને ગેસ સિલિન્ડરમાં ભરી દીધો ! જાણો વાયરલ વીડિયોનું સત્ય | 2026-07-12 15:41:22
કેજરીવાલે પેટ્રોલનો ભાવ રૂપિયા 82 પ્રતિ લિટર કરવા કરી માંગ, મોદી સરકાર પર કર્યા પ્રહાર | 2026-07-09 18:07:04
આ નવું આવ્યું...રામ મંદિરના નામે બનાવટી રસીદોનું કૌભાંડ, દાતાઓ પાસેથી પૈસા પડાવ્યાં | 2026-07-08 16:36:55
રામ મંદિરને લૂંટવાનું ષડયંત્ર, અંતે ચંપત રાયનું રાજીનામું સ્વીકારી લેવાયું | 2026-07-07 17:52:06