રાજકોટઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ બની રહ્યો છે, તે સાથે જ રાજકીય પક્ષોએ પોતાની રણનીતિ તેજ બનાવી દીધી છે. ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. ક્ષત્રિય આંદોલન દરમિયાન સરકાર સામે મક્કમ લડત આપીને ચર્ચામાં આવેલા પદ્મિનીબા વાળા આજે વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે.
7 એપ્રિલ ના રોજ રાજકોટમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં પદ્મિનીબા વાળાએ આપનો ખેસ અને ટોપી ધારણ કરી પક્ષમાં પ્રવેશ કર્યો હતો. ઈસુદાન ગઢવીએ તેમને આવકારતા પક્ષ મજબૂત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પદ્મિનીબા વાળાએ સક્રિય રાજકારણમાં જોડાવા અંગે પોતાના વિચારો સ્પષ્ટ કર્યા હતા. તેમણે જણાવ્યું કે તેઓ માત્ર જનતાની સેવા કરવાના ઉમદા હેતુ સાથે રાજકારણમાં આવ્યાં છે. જ્યાં પણ અન્યાય થશે ત્યાં અવાજ ઉઠાવશે.
આમ આદમી પાર્ટીની કામની રાજનીતિથી પ્રેરિત થઈ ક્ષત્રિય આંદોલનના મહિલા ક્રાંતિકારી બહેન પદ્મિનીબા વાળા આજે પ્રદેશ પ્રમુખ @isudan_gadhvi ના હસ્તે પાર્ટીનો ખેસ ધારણ કરી વિધિવત રીતે AAP માં જોડાયા.
— AAP Gujarat (@AAPGujarat) April 7, 2026
આ તકે AAP ગુજરાત મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ @DrJewelvasra__ પણ ઉપસ્થિત રહ્યા અને… pic.twitter.com/w8sOLEKKzs
ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય આંદોલન વખતે સરકાર સામે બાથ ભીડીને પદ્મિનીબાએ પોતાની નેતૃત્વ શક્તિનો પરિચય આપ્યો હતો, જેને હવે તેઓ રાજકીય ફલક પર લઈ જવા માંગે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા પદ્મિનીબાનું આમ આદમી પાર્ટીમાં જોડાવું એ ભાજપ અને કોંગ્રેસ બંને માટે ચિંતાનો વિષય બની શકે છે.
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40
વડોદરામાં ફોર્મ ભરવા પહોંચેલા મહિલા ઉમેદવારના પતિની હરિયાણા પોલીસે કરી ધરપકડ | 2026-04-11 17:24:13
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ, ક્યાંક બિનહરીફ તો ક્યાંયક ઉમેદવારો બદલાયા | 2026-04-11 17:15:20
સુરત કલેક્ટર કચેરીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: AAPના મહિલા ઉમેદવારનો આત્મહત્યાનો પ્રયાસ | 2026-04-11 17:07:30
પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના એંધાણ ? US- ઈરાન શાંતિ વાર્તાનું કોઇ પરિણામ ન આવ્યું | 2026-04-12 09:58:19
રાજકોટ ભાજપમાં પરિવારવાદનો ગણગણાટ: જાણો કોણે કોના માટે ટિકિટ માંગી ? | 2026-04-09 18:25:18
ગુજરાતના આ શહેરમાં ACB ટ્રેપઃ 4,52,000 રૂપિયા લેતા પકડાયા સરકારી બાબુ | 2026-04-02 19:58:25
મહુવાના તત્કાલીન મામલતદારે મધ્યાહન ભોજન કેન્દ્ર શાંતિથી ચાલવા દેવા રૂ, 50 હજારની માંગી હતી લાંચ | 2026-03-31 16:38:39