Fri,19 April 2024,2:22 pm
Print
header

બાલકૃષ્ણ દોશીને મરણોત્તર પદ્મ વિભૂષણ, હેમંત ચૌહાણ સહિત આ ગુજરાતીઓને પદ્મશ્રી સન્માનની જાહેરાત

અમદાવાદઃ પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આવી છે. 2023 માટે, રાષ્ટ્રપતિએ 106 પદ્મ પુરસ્કારો એનાયત કરવાની મંજૂરી આપી છે.આ યાદીમાં 6 પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂષણ અને 91 પદ્મશ્રીનો સમાવેશ થાય છે. 19 પુરસ્કાર વિજેતા મહિલાઓ છે. બે દિવસ પહેલા નિધન પામેલા જાણીતા આર્કિટેક્ટ બી વી દોશીને પદ્મ વિભૂષણ (મરણોત્તર) આપવામાં આવશે. ભાનુભાઈ ચિતારા, પ્રેમજીત બારીયા, હેમંત ચૌહાણ, મહિપત કવિ, અરીઝાજ ખંભાતા, હિરાબાઈ લોબી, પ્રો. મહેન્દ્ર પાલ, પરેશ રાઠવાને પદ્મશ્રી સન્માનથી નવાજવામાં આવશે.

તેલંગાણાના 80 વર્ષીય ભાષાશાસ્ત્રના પ્રોફેસર બી. રામકૃષ્ણ રેડ્ડીને સાહિત્ય અને શિક્ષણ (ભાષાશાસ્ત્ર) ક્ષેત્રે પદ્મશ્રીથી નવાજવામાં આવશે. કાંકેરના ગોંડ આદિવાસી વુડ કાર્વર અજય કુમાર માંડવીને કલા (વુડ કોતરણી) ક્ષેત્રે પદ્મશ્રી એનાયત કરવામાં આવશે. આઈઝોલના મિઝો લોક ગાયક કે.સી. રણરેમસાંગીને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. સુધા મૂર્તિ, કુમાર મંગલમ બિરલા, પદ્મ ભૂષણના 9 પુરસ્કારોમાં સામેલ છે. રાકેશ રાધેશ્યામ ઝુનઝુનવાલા (મરણોત્તર), RRR ફિલ્મના સંગીતકાર એમએમ કીરાવાણી, અભિનેત્રી રવીના રવિ ટંડન 91 પદ્મશ્રી પુરસ્કારોમાં સામેલ છે. રતન ચંદ્રકરને પદ્મશ્રી આપવામાં આવ્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch