થોડા દિવલ પહેલા કરજણ હાઇવે પર માંગલેજ ચોકડી પાસે થયો હતો અકસ્માત
PSIના પત્ની વડોદરા મહિલા પોલીસ મથકમાં ASI તરીકે બજાવે છે ફરજ
વડોદરાઃ નારેશ્વર આઉટપોસ્ટ પોલીસ ચોકીના ઇન્ચાર્જ PSIનું મોત થયું છે. કરજણ નેશનલ હાઇવે-48 ઉપર માંગલેજ ચોકડી પાસે 15 દિવસ પહેલાં તેઓ અકસ્માતનો ભોગ બન્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત થઇ ગયું છે. પીએસઆઈને 10 માસ પહેલાં જ પ્રમોશન મળ્યું હતું. તેઓ એક મહિનાથી નારેશ્વર આઉટ પોસ્ટમાં ઇન્ચાર્જ PSI તરીકે ફરજ બજાવતા હતા. નોકરી પૂર્ણ કરી બાઇક લઇને ઘરે જઈ રહ્યાં હતા ત્યારે અકસ્માત થયો હતો. અકસ્માતમાં મૃત્યું પામેલા PSIને કોઇ અજાણ્યા વાહને ટક્કર મારી હતી. અહેવાલ અનુસાર કોઈ પોલીસ જવાન આ અકસ્માત કરીને ફરાર થઇ ગયો હતો. જેમનું મૃત્યું થયું છે તે PSIના પત્ની વડોદરા મહિલા પોલીસ મથકમાં ASI તરીકે ફરજ બજાવે છે.
રવિચન્દ્ર બાબુભાઈ નિનામા કરજણના નારેશ્વર આઉટપોસ્ટમાં PSI તરીકે ફરજ બજાવતા હતા. તેઓ વડોદરમાં સિટી પોલીસ લાઇનમાં બી-1, રૂમ નંબર-7માં રહેતા હતા. ઘરે આવતા પહેલાં PSI રવિચન્દ્ર નિનામાએ વડોદરા મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતા તેમના પત્ની દક્ષાબહેનને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે, હાલ હું નારેશ્વર આઉટપોસ્ટમાં છું અને વડોદરા આવવા માટે નીકળી રહ્યો છું.
PSI રવિચન્દ્ર નિનામાને કરજણ હાઇવે પર માંગલેજ ચોકડી પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અંગેની જાણ કોઇ અજાણ્યા વ્યક્તિએ PSIના ફોન પરથી PSIની પત્નીને રાત્રે 8 વાગ્યાના સુમારે કરી હતી. અજાણી વ્યક્તિએ જણાવ્યું હતું કે, કોઇ પોલીસવાળાએ વાહન અથડાવીને અકસ્માત કર્યો હતો અને તે ભાગી ગયો છે.
અકસ્માતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી
ફોન આવ્યાં બાદ ASI દક્ષાબહેન નિનામા સયાજી હોસ્પિટલ પહોંચી ગયા હતા. તેમની સાથે તેમના બે સંતાનો પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. સયાજી હોસ્પિટલમાં ચાર-પાંચ દિવસ સારવાર બાદ PSI રવિચન્દ્ર નિનામાને વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. PSI રવિચન્દ્ર નિનામાના મોતના સમાચાર વડોદરા શહેર-જિલ્લા પોલીસ તંત્રમાં પ્રસરી જતાં ગમગીની ફેલાઇ ગઇ છે. આ બનાવ અંગે કરજણ પોલીસે PSIના પત્ની દક્ષાબહેન રવિચન્દ્ર નિનામાની ફરિયાદને આધારે અજાણ્યા પોલીસ જવાન વાહન ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
વડોદરા લોકસભા વિવાદ, વિરોધ બાદ ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની ના પાડી | 2024-03-23 10:59:10
પહેલા ખુલ્લો વિરોધ, હવે ગુમનામ પોસ્ટર્સ, વડોદરામાં ભાજપના ઉમેદવાર રંજનબેન સામે વધી રહ્યો છે આક્રોશ | 2024-03-21 09:25:08
પ્રેમનો કરુણ અંજામ, હાલોલના રામેશરા ગામ પાસે કેનાલમાંથી સગીર પ્રેમી પંખીડાના મૃતદેહ મળ્યાં- Gujarat Post | 2024-03-20 11:01:31
ભાજપમાં પણ વિવાદો તો છે જ....ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપીને પાછું ખેંચી લીધું | 2024-03-19 10:52:53
વડોદરામાં ગટરના પાણીના વહેણમાંથી મહિલાની લાશ મળતાં ચકચાર- Gujarat Post | 2024-03-16 11:33:43