નવી દિલ્હી: લોકસભા બાદ આજે રાજ્યસભામાં કૃષિ સંબંધિત બે બિલ પાસ કરવામાં આવ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે બિલને મંજૂરી મળવાથી આજે કૃષિ ઈતિહાસનો સૌથી મોટો દિવસ ગણાવ્યો છે. તેઓએ કહ્યું કે, તેનાથી ન માત્ર કૃષિ ક્ષેત્રમાં મોટું પરિવર્તન આવશે, પરંતુ તેનાથી કરોડો ખેડૂતો સશક્ત બનશે.
પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, દાયકાઓથી આપણા ખેડૂતો અનેક પ્રકારના બંધનોમાં જકડાયેલા હતા અને તેમને વચેટિયાઓનો સામનો કરવો પડતો હતો. તેઓઓ કહ્યું, “સંસદમાં પાસ બિલથી અન્નદાતાઓને એ બધાથી આઝાદી મળી છે. તેનાથી ખેડૂતોની આવક ડબલ કરવાનો પ્રયાસને બળ મળશે અને તેની સમૃદ્ધી સુનિશ્ચિત થશે.”
વડાપ્રધાને કહ્યું, “ભારતના કૃષિ ઈતિહાસમાં આજનો દિવસ મોટો દિવસ છે. સંસદમાં મહત્વના બિલ પાસ થવા પર પોતાના પરિશ્રમની અન્નદાતાઓને શુભેચ્છા આપું છું. આ ન માત્ર કૃષિ ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન લાવશે, પરંતુ તેનાથી કરોડો ખેડૂતો સશક્ત બનશે.”
આજે રાજ્યસભામાં કૃષિ સાથે સંબંધિત બે બિલ પસાર થયા. કૃષિ પેદાશ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) બિલ -2020 અને ખેડૂત (સશક્તિકરણ અને સુરક્ષા) ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ બિલ -2020ને ધ્વનિમતથી પાસ કરવામાં આવ્યા. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેને ભારતના કૃષિ ઈતિહાસમાં એક મોટો દિવસ ગણાવ્યો છે. સાથે પીએમે કહ્યુ કે, MSPની વ્યવસ્થા પણ યથાવત રહેશે.
રાજ્યસભામાં વિપક્ષના વિરોધ વચ્ચે રવિવારે કૃષિ સાથે સંબંધિત બે બિલ કૃષિ પેદાશ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) બિલ -2020 અને ખેડૂત (સશક્તિકરણ અને સુરક્ષા) ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ બિલ -2020ને ધ્વનિમતથી પાસ કરવામાં આવ્યા હતા. આ બિલનો કોંગ્રેસે પહેલાથી વિરોધ કર્યો હતો
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
PM narendra modi statment on passing of agricultural bills gujaratpostnews
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03