Sat,20 April 2024,10:05 pm
Print
header

આ રહી PM નરેન્દ્ર મોદીની બે દિવસની ગુજરાત યાત્રાની વિગતો- Gujarat Post

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 29-30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. પીએમ મોદી સુરત, ભાવનગર અને અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ કરાઇ છે. તેઓ સુરત, ભાવનગર અને અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. 29 સપ્ટેમ્બરના રોજ ભાવનગરમાં રોડ શૉ કરશે અને સભાને સંબોધશે. 29 મીએ અમદાવાદમાં નેશનલ ગેમ્સની શરૂઆત કરાવશે. 29મી સપ્ટેમ્બરે રાત્રે GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબામાં હાજરી આપશે.  પછી રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે. 30મી સપ્ટેમ્બરે મોદી અમદાવાદ ખાતે સભાને સંબોધન કરશે.

PM મોદીનો કાર્યક્રમ

પ્રધાનમંત્રી 29-30 સપ્ટેમ્બરે ગુજરાત આવશે
29 સપ્ટેમ્બરે સવારમાં સુરત ખાતે કાર્યક્રમમાં રહેશે હાજર.

સુરતમાં જંગી જનસભાને સંબોધશે, અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે.

29 સપ્ટેમ્બરે ભાવનગરમાં રોડ શો કરશે.

29 તારીખે અમદાવાદમાં નેશનલ ગેમ્સની શરૂઆત કરાવશે.

29મી એ રાત્રે GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબામાં હાજરી આપશે.

મોદી 29 સપ્ટેમ્બર રાજભવન ખાતે કરશે રાત્રી રોકાણ.

30 સપ્ટેમ્બરના રોજ સવારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો કરાવશે ફ્લેગ ઓફ.

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને કાલુપુર રેલવે સ્ટેશન જશે. 

કાલુપુરથી મેટ્રો ટ્રેનના 2 રૂટની શરૂઆત કરાવશે. 

કાલુપુરથી થલતેજ અને ગ્યાસપુરથી મોટેરા રુટની શરુઆત કરાવશે.

અમદાવાદમા AES ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધશે. 

30 તારીખે PM અંબાજી મંદિર દર્શન કરીને નવી રેલ્વે લાઇનનું ખાતમુહૂર્ત કરશે.

અંબાજી મંદિરે દર્શન કરી ગબ્બર પર જશે.

રાત્રે આબુ રોડથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે.

રાત્રે અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch