Thu,25 April 2024,10:26 pm
Print
header

PM મોદી બોલ્યાં- બાંગ્લાદેશની આઝાદીના સમર્થનમાં મારી પણ થઈ હતી ધરપકડ, ઈન્દિરા ગાંધીને કર્યાં યાદ

ઢાકાઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના 50માં સ્વતંત્રતા દિવસ પર ઢાકાથી સંબોધન કરતા શુક્રવારે કહ્યું હું તમામ ભારતીયો તરફથી બાંગ્લાદેશના તમામ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. તેમણે કહ્યું કોઈ પણ તાકાત બાંગ્લાદેશને ગુલાન ન રાખી શકે.પીએમ મોદીએ કહ્યું બાંગ્લાદેશની આઝાદીના સમર્થનમાં મારી પણ ધરપકડ થઈ હતી.  તેમણે કહ્યું કે બાંગ્લાદેશની આઝાદીમાં ઇંદિરા ગાંધીનું યોગદાન મોટું છે. પીએમ મોદીએ કહ્યું કે, “બાંગ્લાદેશના સ્વાધીનતા સંગ્રામને ભારતનું સમર્થન પહેલાથી જ હતું.

પીએમ મોદીએ કહ્યું કે, ‘શેખ મુજીબુર રહેમાને તેમની જિંદગીનું બલિદાન આપ્યું. મુક્તિ યુદ્ધમાં ભાગ લેનાર કેટલાક ભારતીય સૈનિક આજે અહીં ઉપસ્થિત છે અને આ તેમના માટે ખુશીની વાત છે’  કહ્યું કે, ‘હું 50 બાંગ્લાદેશી ઉદ્યોગપતિઓને 50મી સ્વાતંત્રદિન પર ભારત આવવાનું આમંત્રણ આપું છું’

મને ખુશી છે કે, શેખ હસીનાના નેતૃત્વમાં બાંગ્લાદેશ તેના વિકાસના પંથ પર આગળ વધી રહ્યું છે. આતંકવાદ, અને ગરીબી સામે ભારત અને બાંગ્લાદેશની લડાઇ એક સમાન છે. એ વાત પર પણ વિશ્વાસ છે કે, આ લડાઇમાં બંને દેશ સફળ થશે

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch