Wed,24 April 2024,1:50 pm
Print
header

પ્રધાનમંત્રી રાહત યોજનાની લાલચ આપીને વૃધ્ધાની રુપિયા 30 હજારની સોનાની બંગડીની ઉઠાંતરી

હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા વૃધ્ધા સાથે એક યુવતીએ કરી છેતરપિંડી

અમદાવાદઃ શહેરના રખિયાલમાં આવેલા ભાટી વાસમાં રહેતા 80 વર્ષીય તરલીકાબેન રાવલને સાંભળવામાં મુશ્કેલી હતી.જેથી પોતાની પાસ કરાવવા માટે સરસપુર (Saraspur)માં આવેલી મણીબેન હોસ્પિટલમાં ગયા હતા. બાદમાં એક્સ-રે કઢાવવા માટે શારદાબહેન હોસ્પિટલ (hospital) ગયા હતા. જ્યાં એક્સ-રેની ઓફિસ પાસે ઉભા હતા.એક યુવતી તેમની પાસે આવી હતી જેને પોતાની ઓળખ જીગુ તરીકે આપી હતી. તેણે તરલીકાબેનને  વિશ્વાસમાં લઇને કહ્યુ હતુ કે તે તેમને પ્રધાનમંત્રીની યોજનામાં રુપિયા ત્રણ હજારની મદદ કરી શકશે. આ માટે ઓળખ પત્ર અને માત્ર બે પાસપોર્ટ સાઇઝના ફોટો જોઇશે. વિશ્વાસ આવતા તરલીકાબેને હા પાડી અને બંને જણા રીક્ષામાં બેસીને ઘરે આવ્યા હતા. જ્યાં તેમણે ફોટો અને ડોક્યુમેન્ટ આપ્યા હતા. બાદમાં  જીગુએ ત્રણ હજાર રૂપિયા આપ્યા હતા અને કહ્યુ હતુ કે તેમને બીજી આઠ હજારની સહાય પણ મળશે.આ માટે કલેક્ટર ઓફિસ જવુ પડશે. જેથી તરલીકાબેનને વિશ્વાસ આવતા તેમણે હા પાડી હતી. સુભાષબ્રીજ કલેકટર ઓફિસ (collector office) આવ્યા હતા.  જયાં જીગુએ તેમણે પહેરેલી સોનાની બંગડી કઢાવી લીધી હતી. કહ્યું હતુ કે આ સોનાની બંગડી જોઇને તમને સરકાર મદદ નહી કરે. તે બંગડી કપડામાં વીટીંને તરલીકાબેનને આપી દીધી હતી. બાદમાં તે રુપિયા આઠ હજાર પણ લાવી હતી. 

તરલીકાબેનને સાંભળવાનું મશીન જોઇતુ હોવાથી તેમને કાંકરીયા પાસે જવાનું હોવાથી તે જીગુ સાથે કાંકરીયા આવ્યા  હતા. તે સમયે જીગુએ કહ્યુ હતુ કે તે સાંભળવાનું મશીન લઇને આવે છે અને તેમને બહાર બેસાડ્યા હતા. બે કલાક બાદ પણ જીગુ પરત ન આવતા તપાસ કરી ત્યારે ત્યાં કોઇ હતુ જ નહી, થેલીમાંથી રોકડ અને તેમના બે હજાર રુપિયા તેમજ રુપિયા 30 હજારની સોનાની બંગડી ગાયબ હતી. જેથી આ અંગે તેમણે રખિયાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ (police investigation) શરુ કરી છે. ત્યારે તમારે પણ કોઇ અજાણ્યા વ્યક્તિથી ચેતી જવું જોઇએ, આજકાલ આવી છેતરપિંડીઓ વધી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch