Fri,19 April 2024,4:55 pm
Print
header

મોદીએ દેશને આપી મોટી ભેટ, 70 વર્ષ બાદ ભારતમાં જોવા મળ્યાં ચિત્તા- Gujarat Post

(પીએમ મોદીએ ચિત્તાઓને ખૂલ્લા મૂક્યા – તસવીર સૌજન્યઃ એએનઆઈ)

પાંચ માદા અને ત્રણ નર ચિત્તાને કુનો નેશનલ પાર્કમાં ખુલ્લા મુકાયા

એક મહિના સુધી ક્વોરન્ટાઈન રખાશે ચિત્તાઓને

ગ્વાલિયરઃ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો બર્થ ડે છે.દેશ-વિદેશમાંથી પીએમ મોદીને શુભેચ્છાઓ મળી રહી છે. પ્રધાનમંત્રી મોદીએ તેમના બર્થ ડે પર દેશવાસીઓને મોટી ભેટ આપી છે. 8 ચિત્તા કૂનો નેશનલ પાર્કમાં ખુલ્લા મૂકાયા છે. મોદીની સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ અને રાજ્યપાલ મંગુ પટેલ હાજર હતા.મોદીએ ચિત્તાઓના ફોટા પણ પાડ્યા હતા. ગ્વાલિયર એરબેઝથી ખાસ ચિનૂક હેલિકોપ્ટર દ્વારા ચિત્તાઓને કુનો પહોંચાડવામાં આવ્યાં હતા.

પાંચ માદા અને ત્રણ નર ચિત્તાને લઈને આ પ્લેન નામીબિયાથી ટેકઓફ થયું હતું.નામીબિયાથી ભારત લાવવા માટે પ્લેનમાં ખાસ ડિઝાઇન કરાયેલા પાંજરા બનાવવામાં આવ્યા હતા.11 કલાકની મુસાફરી કર્યા બાદ આ ચિત્તાઓ શનિવારે ગ્વાલિયરમાં ઉતર્યા હતા. ખાસ ચિનૂક હેલિકોપ્ટર દ્વારા ગ્વાલિયરથી મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવ્યાં હતા.

ચિત્તાઓને ક્વોરેન્ટાઈન સમયગાળામાં એક મહિના સુધી રાખાવામાં આવશે. દરમિયાન તેમને 2-3 દિવસમાં 2-3 કિલો માંસ ખાવા માટે આપવામાં આવશે. ચિત્તાને 70 વર્ષ પહેલા ભારતમાં લુપ્ત જાહેર કરવામાં આવ્યો હતો. દેશમાં 70 વર્ષથી ચિત્તા ન હતા.ચિત્તાઓને ભારતમાં લાવવાનો પ્રયાસ 50 વર્ષ પહેલા શરૂ થયો હતો, જે મોદીના જન્મદિવસના દિવસે તેના અંત સુધી પહોંચી ગયો છે.

ચિત્તાઓ માટે 25 ચોરસ કિલોમીટરનું વિશેષ સર્કલ બનાવવામાં આવ્યું છે. દક્ષિણ આફ્રિકાની સરકાર અને વન્યજીવ નિષ્ણાતો તેમના પર નજર રાખશે. ચિત્તાઓને અહીંની ભારતીય આબોહવા સાથે અનુકૂલન સાધવામાં ત્રણ મહિનાનો સમય લાગી શકે છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch