ભૂટાનઃ સોમવારે રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટની તપાસ ચાલુ છે. દિલ્હી પોલીસ સહિત અનેક એજન્સીઓ તપાસમાં જોડાઇ છે. અનેક શંકાસ્પદોની અટકાયત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પડોશી દેશ ભૂટાનની મુલાકાત દરમિયાન આતંકીઓને કડક સંદેશ આપ્યો, કહ્યું કે આ ષડયંત્રમાં સામેલ કોઇ પણ શખ્સને છોડવામાં આવશે નહીં.
પીએમ મોદીએ શું કહ્યું ?
મોદીએ કહ્યું કે દિલ્હીમાં બનેલી ભયાનક ઘટનાએ બધાને ખૂબ દુઃખ પહોંચાડ્યું છે. મેં આખી રાત આ ઘટનાની તપાસમાં સામેલ એજન્સીઓ સાથે બેઠકોમાં વિતાવી. આખો રાષ્ટ્ર પીડિતોના પરિવારો સાથે ઉભો છે. હું તેમનું દુઃખ સમજું છું. એજન્સીઓ આ ષડયંત્રના તળિયે પહોંચશે. કોઈ પણ ષડયંત્રકારને બક્ષવામાં આવશે નહીં. પીએમ મોદીએ અંગ્રેજીમાં સ્પષ્ટપણે કહ્યું કે All those responsible will be brought to justice (જવાબદાર તમામ લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે).
મૃત્યુઆંક 12 પર પહોંચ્યો
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલો કાર બોમ્બ એટલો શક્તિશાળી હતો કે તેણે નજીકના વાહનો અને લોકોને તબાહ કરી દીધા. મૃત્યુઆંક હવે 12 થઈ ગયો છે. 20 થી વધુ લોકો ઘાયલ થયા છે અને તેમની હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. જેમાંથી ઘણાની હાલત ગંભીર છે. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે ધીમી ગતિએ ચાલતી કારમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
કેરળના ત્રિશૂરમાં હાઇવે પર પાર્ક કરેલા ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાઇ, તમિલનાડુના 8 એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના મોત | 2026-09-05 09:26:12
નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં અત્યાર સુધીમાં 1,344 લોકોના મૃતદેહ મળ્યાં, 4,898 લોકો હજુ લાપતા | 2026-09-05 09:13:20
મહિસાગરમાં નકલી લગ્ન કરાવનારી ગેંગનો પર્દાફાશ, દુલ્હન સહિત ત્રણ આરોપીઓની ધરપકડ | 2026-09-05 09:01:46
મોજશોખ માટે અમદાવાદના પેલેડિયમ મોલમાંથી લાખો રૂપિયાના દાગીના ચોરનાર કર્મચારી પકડાયો | 2026-09-04 18:01:42
ભાવનગરમાં પતિએ પત્નીની ઢોર માર મારીને હત્યા કરી નાખી, હું જેલમાં હતો ત્યારે તું અન્ય વ્યક્તિ સાથે સંબંધ બાંધતી હતી | 2026-09-04 17:52:11
બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના કાફલા પર મોટો હુમલો, BLA એ 25 સૈનિકો માર્યા હોવાનો દાવો કર્યો | 2026-09-04 09:21:24
અમેરિકાના મિનિયાપોલિસમાં અંધાધૂંધ ગોળીબાર, બે લોકોનાં મોત, બે પોલીસ અધિકારીઓ સહિત અનેક ઘાયલ | 2026-09-03 09:00:11
નેપાળમાં ફરી તબાહીની આશંકા: ભોટેકોશી નદીની જળસપાટી વધતાં NDRRMA દ્વારા એલર્ટ જારી | 2026-08-30 09:46:51
નેપાળમાં ભયાનક પૂરમાં વડોદરાનું એક NRI દંપતી ગુમ, મોતનો આંકડો 350 અને 1400 લોકો ગુમ | 2026-08-27 20:33:58
નેપાળમાં ભયંકર પૂરથી ભારે વિનાશ સર્જાયો, 160 લોકોનાં મોત, 133 ભારતીયો સહિત 750 લોકો ગુમ | 2026-08-27 06:47:48
પદ્માવતના જૌહર સીન પર વિવાદ: રાજકોટમાં ભક્તિસ્વામીએ સ્વરા ભાસ્કરને શૂર્પણખા કહી, VHP એ ગણાવી કલંક | 2026-09-04 17:43:26