નવી દિલ્હી: 80 માં સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાના પ્રાગટ્ય પરથી રાષ્ટ્રને સંબોધન કર્યું હતુ. આ પ્રસંગે પીએમ મોદીએ યુવાનો માટે એક મોટી જાહેરાત કરી. રાષ્ટ્રને સંબોધન કરતા તેમને કહ્યું કે અમે નક્કી કર્યું છે કે આગામી એક વર્ષમાં 1 કરોડ યુવાનોને AI કૌશલ્યમાં તાલીમ આપવામાં આવશે. જેથી આપણા યુવાનો AI ની દુનિયામાં નેતૃત્વ કરવાની ક્ષમતા ધરાવે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે મફત ઓનલાઈન કોચિંગ શરૂ કરવાની પણ જાહેરાત કરી છે.
લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધતા મોદીએ કહ્યું કે 2014 થી 650 નવી યુનિવર્સિટીઓ સ્થપાઈ છે અને મેડિકલ સીટોની સંખ્યા બમણી થઈ ગઈ છે. 2004 થી 2014 દરમિયાન, દેશમાં 350 થી ઓછી યુનિવર્સિટીઓ હતી. આજે, ફક્ત 10-12 વર્ષમાં, લગભગ 650 નવી યુનિવર્સિટીઓ સ્થપાઈ છે, જેનાથી કુલ સંખ્યા લગભગ 1,000 થઈ ગઈ છે. 2014 પહેલા, ફક્ત 400 મેડિકલ કોલેજો હતી. આજે, આ સંખ્યા વધીને લગભગ 850 થઈ ગઈ છે. વિદેશી યુનિવર્સિટીઓ હવે ભારતમાં આવી રહી છે. એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે આપણા યુવાનો ભારતમાં જ વિદેશી યુનિવર્સિટીઓમાંથી ડિગ્રી મેળવી શકે.
અમે આપણા યુવાનોને ખૂબ જ નાની ઉંમરથી ટેકનોલોજી તરફ આકર્ષિત કરવા માટે કામ કરી રહ્યાં છીએ. એટલા માટે અમે નાના બાળકો માટે નવીનતા અને ટેકનોલોજીમાં રસ વધારવા માટે 10,000 થી વધુ અટલ ટિંકરિંગ લેબ્સ બનાવી છે. અમે ભારતના યુવાનો માટે ઘણા નવા રસ્તા ખોલ્યા છે. તમે સ્ટાર્ટઅપ ઇન્ડિયા નો ઉદય જોયો છે. 28 વર્ષની સરેરાશ ઉંમર ધરાવતા યુવા ઉદ્યોગસાહસિકોએ ઉપગ્રહો અને રોકેટ લોન્ચ કર્યા છે અને તેમના પહેલા જ પ્રયાસમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. આજે, ભારતમાં 250,000 થી વધુ નોંધાયેલા સ્ટાર્ટઅપ્સ છે. તાજેતરમાં અમે AI ઇમ્પેક્ટ સમિટનું પણ આયોજન કર્યું હતું. AI ઝડપથી ફેલાઈ રહ્યું છે.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
BRICS 2026: પીએમ મોદીએ મૂક્યો સ્ટાર્ટઅપ ઇનોવેશન ફંડનો પ્રસ્તાવ, કહ્યું આપણે સાથે ચાલવું જોઇએ | 2026-09-13 12:32:43
BRICS સમિટનું સંયુક્ત ઘોષણાપત્ર જાહેર: એક તરફી ટેરિફ અને વેપાર પ્રતિબંધોની આકરી ટીકા કરાઇ | 2026-09-12 18:00:11
BRICS ની શક્તિશાળી તસવીર: PM મોદી, પુતિન અને જિનપિંગ એક સાથે જોવા મળ્યાં | 2026-09-12 17:33:26
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17