Fri,28 March 2025,1:09 am
Print
header

PM મોદી સિંહના બચ્ચાને દૂધ પીવડાવતા જોવા મળ્યાં, અનંત અંબાણીએ તેમને વનતારાની મુલાકાત કરાવી, જુઓ Video

જામનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગર સ્થિત વનતારા વન્યજીવ બચાવ કેન્દ્રની મુલાકાત લીધી હતી. હવે પીએમ મોદીની મુલાકાતનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ સિંહના બચ્ચાને લાડ કરતા જોવા મળી રહ્યાં છે. આ વીડિયોમાં અનંત અંબાણી તેમને વનતારાની મુલાકાતે લઈ જતા જોવા મળી રહ્યાં છે.

પીએમ મોદીએ વનતારામાં વિવિધ સુવિધાઓની મુલાકાત લીધી હતી અને વાઇલ્ડલાઇફ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે પશુ ચિકિત્સા સુવિધાઓની વિશે માહિતી મેળવી હતી. અહીં પ્રાણીઓ માટે એમઆરઆઈ, સીટી સ્કેન, આઈસીયુ અને બીજી ઘણી સુવિધાઓ છે. વનતારામાં વન્યજીવન એનેસ્થેસિયા, કાર્ડિયોલોજી, નેફ્રોલોજી, એન્ડોસ્કોપી, દંત ચિકિત્સા, પ્રાણીઓ માટે આંતરિક દવા સહિતના ઘણા વિભાગો છે.

વનતારામાં પીએમ મોદીએ હાથી, એક મોટો અજગર, એક અનોખો બે માથાવાળો સાપ, બે માથાવાળો કાચબો, એક વિશાળ ઓટર, કાળિયાર અને સીલ પણ જોયા હતા તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ એશિયાટિક સિંહના બચ્ચાં, સફેદ સિંહના બચ્ચાં, ચિત્તાના બચ્ચાં સહિત ઘણા પ્રાણીઓને દુલાર કર્યા હતા. 

વનતારા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની પહેલ છે. તે ગુજરાતના જામનગરમાં 3 હજાર એકર વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે. વનતારા સ્ટાર ઓફ ધ ફોરેસ્ટ હેઠળ પ્રાણીઓને બચાવવામાં આવે છે અને તેમની સંભાળ લેવામાં આવે છે. એક રીતે, તે પ્રાણીઓના રક્ષણ અને બચાવ માટેનું કેન્દ્ર છે. વનતારામાં 2 હજારથી વધુ પ્રજાતિઓ અને 1.5 લાખથી વધુ સંકટગ્રસ્ત પ્રાણીઓ વસે છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch