Sat,17 October 2026,4:56 am
Print
header

PM મોદીએ વડોદરાથી નવો કોરિડોર દેશને કર્યો સમર્પિત, ડિસેમ્બર સુધીમાં સુરત- વાપી બુલેટ ટ્રેન સેક્શન તૈયાર થવાની જાહેરાત

  • Published By
  • 2026-09-08 14:02:00
  • /
  • ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર દેશના અર્થતંત્રની નવી લાઈફલાઈન બન્યો
  • 2014 સુધી ફાઈલો જ ફરતી રહી, અમે પ્રોજેક્ટ્સને ગતિ આપીઃ મોદી
  • ડિસેમ્બર સુધીમાં સુરત-વાપી બુલેટ ટ્રેન સેક્શન તૈયાર થવાની જાહેરાત

વડોદરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના એક દિવસીય પ્રવાસ દરમિયાન વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે આયોજિત 'નમો 4 વિકસિત ભારત' કાર્યક્રમમાં હજારો કરોડ રૂપિયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ અવસરે ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના મહત્વના સેક્શન્સ દેશને સમર્પિત કરતાં તેમણે જણાવ્યું કે, આ કોરિડોર હવે ભારતના વિકાસ અને અર્થતંત્રની નવી 'લાઈફલાઈન' સાબિત થઈ રહ્યો છે.

જનમેદનીને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું કે, વર્ષ 2004માં વિચારાયેલા અને 2006માં કંપની બન્યા છતાં 2014 સુધી કોરિડોરનું 1 કિલોમીટર કામ પણ પૂર્ણ થયું ન હતું. જો એ જ ગતિ રહી હોત તો ત્રણથી ચાર પેઢીઓ વીતી જાત. 2014 પછી આ પ્રોજેક્ટને અભૂતપૂર્વ ઝડપ આપવામાં આવી છે. વિરોધીઓ પર કટાક્ષ કરતાં તેમણે કહ્યું કે, કેટલાક 'નારાજ ફૂફાજીઓ' દરેક વિકાસ કાર્યમાં માત્ર અડચણો અને નકારાત્મકતા શોધતા હોય છે. વધુમાં તેમણે જણાવ્યું કે 2014 પછી દેશે 50,000થી વધુ આધુનિક રેલ-મેટ્રો કોચનું નિર્માણ કર્યું છે, જ્યારે અગાઉની સરકાર 10 વર્ષમાં 50,000 શૌચાલય પણ બનાવી શકી ન હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી હતી કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત સુરતથી વાપી વચ્ચેનો સેક્શન આ વર્ષે ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે. ત્રણ મહિનાના સુરક્ષા ટ્રાયલ્સ બાદ વડાપ્રધાનના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. બુલેટ ટ્રેન શરૂ થવાથી વડોદરાથી મુંબઈ વચ્ચેનું અંતર ઘટીને માત્ર દોઢ કલાક થઈ જશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch