Tue,23 April 2024,2:02 pm
Print
header

PM મોદી 12 માર્ચે આવશે અમદાવાદ, સાબરમતી આશ્રમ ખાતેથી દાંડી યાત્રાને કરાવશે પ્રસ્થાન

અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા 12 માર્ચથી દાંડી યાત્રા યોજવાની તૈયારી કરવામાં આવી  રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવવા 12 માર્ચે અમદાવાદની એક દિવસીય મુલાકાતે આવશે. 12મીએ સવારના સમયે સાબરમતી આશ્રમ ખાતેથી 21 દીવસીય દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવશે. દેશને આઝાદી મળ્યાંને 74 વર્ષ પૂર્ણ થયા છે 75 વર્ષ નિમિત્તે ગાંધીજીએ કાઢેલી દાંડી યાત્રાને ફરીથી નવા સ્વરૂપે કાઢવાની તૈયારી થઇ ચૂકી છે.

21 દિવસ માટે યોજાનારી આ યાત્રામાં ભાજપ શાસિત તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો જોડાશે. કેન્દ્રીય પ્રધાન રાજનાથસિંહ, સ્મૃતિ ઇરાની, હર્ષવર્ધન સહિતના નેતાઓ હાજર રહેશે. ગુજરાતના સીએમ, ડેસીએમ અને પ્રધાનો પણ અલગ-અલગ સમયે દાંડી યાત્રામાં જોડાશે.પીએમ મોદી ગાંધીજીએ કાઢેલી દાંડી યાત્રાને ગ્લોબલ સ્વરૂપ આપશે. દેશ- વિદેશના મીડિયા પણ આ યાત્રામાં જોડાશે.

કેવડીયા કોલોની ખાતે તૈયાર કરાયેલા સરદાર પટેલના દુનિયાના સૌથી ઉંચા સ્ટેચ્યૂને પ્રસ્થાપિત કર્યાં બાદ હવે પીએમ મોદીનું વિઝન છે કે સાબરમતી આશ્રમને પણ વૈશ્વિક સ્તરે એવી રીતે ડેવલપ કરવામાં આવે કે જેથી દેશ- દુનિયાના સહેલાણીઓ માટે સાબરમતી આશ્રમએ નવલું નજરાણું બને. વૈશ્વિક સ્તરે એ ગાંધીજીની યાદગીરી તરીકે આ આશ્રમ પર્યટન સ્થળ તરીકે ડેવલપ થાય.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch