અમદાવાદઃ પીએમ મોદી 20 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. આ મુલાકાત એક દિવસની રહેશે. શનિવારે પીએમ મોદી સૌપ્રથમ ભાવનગર પહોંચશે, જ્યાં તેઓ સવારે 10 વાગ્યાની આસપાસ રોડ શો કરશે અને જાહેર સભા કરશે, સાથે જ મુખ્ય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘઘાટન કરશે તેમજ હેરિટેજ વિકાસ કાર્યોની સમીક્ષા કરશે.
પીએમ મોદીનો કાર્યક્રમ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાતનો એક દિવસીય પ્રવાસ ભાવનગરથી શરૂ થશે. તેઓ ત્યાં રોડ શો કરશે. ત્યારબાદ તેઓ જવાહર મેદાન ખાતે એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરશે.
ભાવનગરની મુલાકાત દરમિયાન મોદી રૂ.1.5 લાખ કરોડના શિપિંગ અને મેરીટાઇમ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘઘાટન કરશે. તેઓ શહેર માટે રૂ. 100 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘઘાટન પણ કરશે.
પીએમ મોદી શનિવારે બપોરે 1 વાગ્યે અમદાવાદ જિલ્લાના લોથલની મુલાકાત લેશે અને નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) ની પ્રગતિની સમીક્ષા કરશે.
આ સંકુલને ભારતની પ્રાચીન દરિયાઈ શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. રૂ. 4,500 કરોડથી વધુના ખર્ચે બનેલો આ પ્રોજેક્ટ પ્રધાનમંત્રીના વિરાસત તેમજ વિકાસના વિઝનને પૂર્ણ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Big News: અંદાજે 50 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાયું, અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ | 2026-05-18 20:15:59
ACB ટ્રેપઃ 53 વર્ષની ઉંમરે રૂ. 5 લાખની લાંચ માંગી અને આટલા રૂપિયા લેતા ઝડપાયા ગાંધીનગરના સરકારી બાબુ | 2026-05-18 19:28:49
અમદાવાદ- ગોધરા હાઇવે પરથી રૂ. 86 લાખના તરતા સોના સાથે બે શખ્સો ઝડપાયા | 2026-05-18 17:49:20
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ધરમૂળથી ફેરફારના સંકેત | 2026-05-18 17:38:33
જામનગરમાં સોશિયલ મીડિયા પર પ્રેમજાળ પાથરી બ્લેકમેઇલ કરતી હનીટ્રેપ ગેંગના 4 સાગરીતો દમણથી ઝડપાયા | 2026-05-18 17:26:14
દાહોદમાં કારમાંથી 2.56 કરોડ રૂપિયા રોકડા મળ્યાં, આવકવેરા વિભાગ તપાસ કરશે | 2026-05-18 09:16:07
વડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દોડધામ: પાર્કિંગમાં બાઇકની હેડલાઇટ પાછળ ઘૂસી ગયો કોબ્રા | 2026-05-17 11:42:16
કલોલમાં કાળજું કંપાવનારી દુર્ઘટના: ETP પ્લાન્ટની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 શ્રમિકોના ઝેરી ગેસથી મોત | 2026-05-15 18:05:51
મનાલી પાસે ભાવનગરનો પરિવાર વિખેરાયો, કાર ખીણમાં પડતા 5 નાં મોત | 2026-05-11 10:19:26
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સોમનાથમાં રોડ શો, મંદિરના અમૃત મહોત્સવમાં આપી હાજરી | 2026-05-11 08:53:58
અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં ગરમીનો પારો રેકોર્ડ તોડશે | 2026-05-10 08:46:01