અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓએ સ્વાસ્થ્ય અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવતી અનેક યોજનાઓની ભેટ આપી છે. સાણંદ ખાતે ભારતનો પ્રથમ સેમિકન્ડક્ટર એસેમ્બલી પ્લાન્ટ કાર્યરત થવા જઈ રહ્યો છે.
સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના અત્યાધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે. રૂ. 22,500 કરોડથી વધુનો ખર્ચે આ પ્લાન્ટ તૈયાર થયો છે. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળનો આ પહેલો પ્રોજેક્ટ છે.
આ પ્લાન્ટમાંથી ભારતમાં બનેલી પહેલી સેમિકન્ડક્ટર મેમરી ચિપનું વ્યાવસાયિક ઉત્પાદન અને શિપમેન્ટ શરૂ થઈ ચૂક્યું છે. સપ્ટેમ્બર 2023માં શિલાન્યાસ બાદ આટલા ટૂંકા ગાળામાં ઉત્પાદન શરૂ કરવું એ ભારતની કાર્યક્ષમતાનું પ્રતીક છે. પીએમ મોદીના આ પ્રવાસથી ગુજરાતમાં હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે તેજી આવશે અને સ્થાનિક સ્તરે હજારો યુવાનો માટે રોજગારીના નવા દ્વાર ખુલશે. ભારત હવે ગ્લોબલ સેમિકન્ડક્ટર સપ્લાય ચેઈનમાં એક મહત્વનું કેન્દ્ર બનવા તરફ ડગ માંડશે.
આ ઉપરાંત સવારે 11:30 વાગ્યે અજમેર ખાતે પીએમ મોદી ₹16,680 કરોડની વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતુ. આ પ્રસંગે મહત્વની જાહેરાતો કરવામાં આવી હતી. જે અંતર્ગત મહિલાઓમાં સર્વાઈકલ કેન્સર અટકાવવા માટે 14 વર્ષની કિશોરીઓ માટે રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનની શરૂઆત કરાશે. તેમજ રાજ્યના 21,800 થી વધુ નવનિયુક્ત યુવાનોને સરકારી નોકરીના નિમણૂંક પત્રો એનાયત કરવામાં આવશે.
દેશમાં ગેસ અને ઇંધણની કોઈ અછત નથી: ગભરાઇને બુકિંગ ન કરવા મોદી સરકારની અપીલ | 2026-03-13 17:25:59
Video: આંજણા પટેલ યુવક સાથે લગ્ન બાદ સિંગર કિંજલ રબારીએ હર્ષ સંઘવીને શું કરી વિનંતી ? | 2026-03-13 17:10:01
Stock Market Crash: સતત વેચવાલીથી રોકાણકારો ચિંતિત, શેરબજારમાં 10 લાખ કરોડ ધોવાયા | 2026-03-13 16:58:09
ACB ટ્રેપમાં દૂધ મંડળીના ઓડિટર સહિત 2 લોકો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-03-13 15:22:51
LPG સંકટ પર હરદીપ સિંહ પુરીએ લોકસભામાં આપ્યો આ જવાબ: Video | 2026-03-12 16:59:16
સુરતમાં કોથળામાંથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, સગા પુત્ર, પુત્રવધૂ અને વેવાઈએ જ કરી હતી હત્યા | 2026-03-12 16:48:11
તાલાલામાં પોલીસ ચોકી પાસે પરિવાર પર હુમલો, 7 લોકો ઘાતક હથિયારોથી તૂટી પડ્યાં | 2026-03-11 20:10:40
ગુજરાતમાં આ મહિનાના અંતમાં UCC બિલ આવવાની શક્યતા, ઇટાલિયા અને સંઘવી વચ્ચે વિધાનસભામાં જામ્યું શબ્દયુદ્ધ | 2026-03-11 20:06:04
T- 20 વર્લ્ડકપ જીત્યા પછી સૂર્યાએ પોતાના આગામી મોટા લક્ષ્યનો ખુલાસો કર્યો, 2028 વિશે આ વાત કહી | 2026-03-09 08:36:15
T-20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારતની ભવ્ય જીત, ન્યૂઝીલેન્ડને 96 રને હરાવ્યું, ઠેર ઠેર ઉજવણી | 2026-03-08 22:53:27
અમદાવાદમાં ક્રિકેટ ફિવર: દેશભરમાંથી અનેક હસ્તીઓ પહોંચી, ભારતની જીત માટે હવનો પણ થયા | 2026-03-08 13:23:02
ACB ટ્રેપમાં ટેક્ષ વેલ્યુએશન વિભાગના જુનિયર ક્લાર્ક ઝડપાયા, 30 હજાર રૂપિયાની કરી હતી માંગણી | 2026-03-08 09:44:47
અંગદાન કરી માનવતા મહેકાવનારી 30 મહિલાઓનું વિશેષ સન્માન, શેલ્બી હોસ્પિટલ્સ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત હતો કાર્યક્રમ | 2026-03-07 18:21:20