Fri,19 April 2024,10:45 pm
Print
header

નવી કેબિનેટની શપથવિધી પહેલા વડાપ્રધાન મોદીનું ગુજરાતમાં આગમન

અમદાવાદઃ પીએમ મોદીના ગુજરાત પ્રવાસના સમયમાં ફેરફાર થયો છે. મોદી આવતીકાલે ગુજરાત આવવાના હતા, પરંતુ તેઓ આજે રાત્રે જ ગોવા પ્રવાસથી સીધા અમદાવાદ  આવી ગયા હતા. અમદાવાદ એરપોર્ટ પર  ભૂપેન્દ્ર પટેલ, પાટીલ અને રાજ્યપાલ દેવવ્રતજીએ તેમનું સ્વાગત કર્યું ંહતુ, બાદમાં તેઓ રાજભવન જવા રવાના થયા હતા આજે મંત્રીમંડળના નામો પર આખરી મ્હોર લાગી ગઇ છે. આવતીકાલે ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલ સરકારની શપથવિધી છે.

ગુજરાતમાં નવી સરકારના મંત્રીમંડળ અંગે ગઈકાલે દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદીના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હાજર રહ્યાં હતા. પાંચ કલાક ચાલેલી બેઠકમાં નવા મંત્રીમંડળની રચના અંગેની ચર્ચા કરવામાં આવી હતી.

ભાજપ ધારાસભ્ય દળની બેઠક બાદ પક્ષના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. જે બાદ તેઓ પાટીલ અને અન્ય નેતાઓ સાથે રાજ્યપાલ પાસે ગયા હતા અને સરકાર બનાવવાનો દાવો કર્યો. 12 ડિસેમ્બરે ભૂપેન્દ્ર પટેલ ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ લેશે. નવી સરકારની કેબિનેટમાં 20થી 22 ધારાસભ્યોને  મંત્રીપદ મળી શકે છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch