Tue,26 September 2023,4:25 am
Print
header

અમેરિકન સંસદને સંબોધિત કરશે પીએમ મોદી, સ્પીકર કેવિન મેક્કાર્થીએ મોકલ્યું આમંત્રણ- Gujarat Post

પીએમ મોદી આ મહિનાના અંતમાં લેશે યુએસની મુલાકાત

7 વર્ષ પહેલા પીએમ મોદીએ આપ્યું હતુ ભાષણ

વોશિંગ્ટનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં વોશિંગ્ટન ડીસીની મુલાકાત દરમિયાન યુએસ કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરવાના છે. યુએસ કોંગ્રેસના સ્પીકર કેવિન મેકકાર્થીએ 22 જૂનના રોજ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટની સંયુક્ત બેઠકને સંબોધવા માટે ભારતીય પીએમને આમંત્રણ આપ્યું હતું, જેને વોશિંગ્ટન વિદેશી મહાનુભાવોને આપી શકે તેવા સર્વોચ્ચ સન્માનોમાંનું એક માનવામાં આવે છે.

મોદીના સંબોધનની થીમ ભારતના ભવિષ્ય અને બંને દેશો સામેના વૈશ્વિક પડકારો માટેના તેમના વિઝનની આસપાસ હશે. આ આમંત્રણમાં સાત વર્ષ પહેલા યુએસ કોંગ્રેસમાં વડાપ્રધાન મોદીના સંબોધનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં યુએસ કોંગ્રેસના સ્પીકર કેવિન મેકકાર્થીએ કહ્યું હતું કે 7 વર્ષ પહેલાં પીએમ મોદીએ આપેલું ભાષણ "અમીટ છાપ છોડી ગયું હતું".

યુએસ પ્રમુખ જો બાઇડેન 21 થી 24 જૂન દરમિયાન પીએમ મોદીની યુએસની મુલાકાત માટે વ્હાઇટ હાઉસમાં હોસ્ટ કરવાના છે. પીએમ મોદી તેમના કાર્યકાળમાં અગાઉ પણ યુએસની મુલાકાત લઈ ચૂક્યાં છે. છેલ્લા બે મહિનામાં બાઇડેન અને પીએમ મોદી વચ્ચે આ ચોથી બેઠક હશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch