Wed,24 July 2024,4:48 am
Print
header

વડાપ્રધાન મોદીની સંસદમાં ગર્જના..મણિપુરને ઉશ્કેરનારાઓને ચેતવણી, પેપર લીકને લઇને કહી આ વાત

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપતાં મણિપુરની સ્થિતિ, NEET પેપર લીક જેવા મુદ્દાઓ પર સ્પષ્ટા કરી. કહ્યું જે કામ અમે છેલ્લા પાંચ વર્ષમાં કર્યું છે તે કામ કોંગ્રેસે કર્યું હોત તો 20 વર્ષ લાગ્યાં હોત. ઉત્તર-પૂર્વમાં સ્થાયી શાંતિ માટે 10 વર્ષથી સતત પ્રયાસો થઈ રહ્યાં છે. અટક્યા વિના અને થાક્યા વિના પ્રયત્નો કરીએ છીએ, દેશમાં તેની ચર્ચા ઓછી થઈ છે, પરંતુ પરિણામ વ્યાપક જોવા મળ્યું છે. પેપર લીક પર તેમણે કહ્યું કે અમે ઈચ્છતા હતા કે પેપર લીક જેવા સંવેદનશીલ મુદ્દા પર રાજકારણ ન થવું જોઈએ, પરંતુ વિપક્ષને તેની આદત છે. હું ભારતના યુવાનોને આશ્વાસન આપું છું કે યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારાઓને કડકમાં કડક સજા મળે તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

તેમને કહ્યું કે રાજ્યો વચ્ચેના સરહદી વિવાદોએ તકરારને જન્મ આપ્યો છે અને આઝાદી પછી તે ચાલુ છે. અમે રાજ્યો સાથે મળીને તેનો ઉકેલ લાવી રહ્યાં છીએ. ઉત્તર પૂર્વ માટે આ એક મહાન સેવા છે. હિંસા સાથે સંકળાયેલી સંસ્થાઓ, જે લડાઈ કરતી સશસ્ત્ર ગેંગ હતી, આજે તેમની સાથે કાયમી કરાર કરી રહી છે. જેમની સામે ગંભીર કેસ છે તેઓ કોર્ટમાં જવાની તૈયારીમાં છે. ન્યાયતંત્રમાં વિશ્વાસ વધારવો જરૂરી છે.

PM મોદીએ મણિપુર પર શું કહ્યું ?

પીએમ મોદીએ કહ્યું કે સરકાર મણિપુરમાં સ્થિતિને સામાન્ય બનાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. ત્યાં બનેલી ઘટનાઓને કારણે 11 હજારથી વધુ FIR દાખલ કરવામાં આવી છે, 500થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.આપણે એ પણ સ્વીકારવું પડશે કે મણિપુરમાં હિંસાની ઘટનાઓ સતત ઘટી રહી છે.

મણિપુરમાં શાળા-કોલેજ સંસ્થાઓ પણ ખુલી છે. જેમ દેશમાં પરીક્ષાઓ હતી, ત્યાં પણ પરીક્ષાઓ હતી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દરેક સાથે વાત કરીને સૌહાર્દનો માર્ગ ખોલવાનો પ્રયાસ કરી રહી છે. નાના જૂથો સાથે વાતચીત થઈ રહી છે. ગૃહમંત્રી ત્યાં ગયા અને ઘણા દિવસો સુધી ત્યાં રહ્યાં હતા. સમસ્યાના નિરાકરણ માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.

તેમને રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે હું એવા તમામ તત્વોને ચેતવવા માંગુ છું કે જેઓ મણિપુરની આગમાં ઘી હોમવાનો પ્રયાસ કરી રહ્યાં છે તે આ પ્રવૃત્તિઓ બંધ કરે. એક સમય એવો આવશે જ્યારે મણિપુર પોતે જ આવા લોકોને નકારી દેશે. જેઓ મણિપુરનો ઈતિહાસ જાણે છે તેઓ જાણે છે કે ત્યાં સામાજિક સંઘર્ષનો લાંબો ઈતિહાસ રહ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના લોકોએ એ ન ભૂલવું જોઈએ કે આ સંજોગોને કારણે આ નાના રાજ્યમાં 10 વખત રાષ્ટ્રપતિ શાસન લગાવવું પડ્યું. અમારા કાર્યકાળ દરમિયાન આવું બન્યું નથી. કોઈને કોઈ કારણ તો હશે જ, તેમ છતાં રાજકીય લાભ લેવા માટે આ બધું થઇ રહ્યું છે. આપણે પરિસ્થિતિને સમજદારીથી સુધારવાનો પ્રયાસ કરવો પડશે. તેમાં જે પણ સહકાર આપવા માંગે છે તેને અમે ટેકો આપવા માટે તૈયાર છીએ, પરંતુ અમે સામાન્ય સ્થિતિ જાળવવા અને શાંતિ લાવવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યાં છીએ.

પેપર લીક પર આ વાત કહી

પેપર લીક પર તેમણે કહ્યું કે અમે ઈચ્છતા હતા કે પેપર લીક જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર રાજકારણ ન થવું જોઈએ, પરંતુ વિપક્ષને તેની આદત છે. હું ભારતના યુવાનોને આશ્વાસન આપું છું કે યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારાઓને કડકમાં કડક સજા મળે તે માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch