કુવૈતઃ વડાપ્રધાન મોદીને કુવૈતના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ સબાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીરથી સન્માનિત કર્યાં છે. પીએમ મોદી કુવૈતના બે દિવસના પ્રવાસે છે. કોઈ પણ દેશ દ્વારા પીએમ મોદીને આપવામાં આવેલ આ 20મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. મુબારક અલ કબીરનો ઓર્ડર કુવૈતનો નાઈટહુડ ઓર્ડર છે.
આ ઓર્ડર રાજ્યના વડાઓ અને વિદેશી સાર્વભૌમ અધિકારીઓ અને વિદેશી શાહી પરિવારોના સભ્યોને મિત્રતાના સંકેત તરીકે આપવામાં આવે છે. અગાઉ સન્માનિત નેતાઓમાં બિલ ક્લિન્ટન, પ્રિન્સ ચાર્લ્સ અને જ્યોર્જ બુશનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રવિવારે કુવૈતના બાયન પેલેસ' (કુવૈતના અમીરનો મુખ્ય મહેલ) ખાતે ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
PM મોદી શનિવારે બે દિવસની મુલાકાતે કુવૈત પહોંચ્યાં હતા. તેઓ કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આમંત્રણ પર કુવૈત પહોંચ્યા છે. છેલ્લા 43 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની આ ખાડી દેશની આ પ્રથમ મુલાકાત છે. આ પહેલા 1981માં ભારતના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી કુવૈત ગયા હતા.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ટ્વિટર પર લખ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતના બાયન પેલેસ પહોંચ્યાં, જ્યાં તેમનુસ્વાગત કરવામાં આવ્યું અને ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું છે. કુવૈતના વડાપ્રધાન મહામહિમ શેખ અહેમદ અબ્દુલ્લા અલ-અહમદ અલ-સબાહ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
પીએમ મોદીએ શનિવારે ભારતીય સમૂદાયના એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો અને ભારતીય શ્રમ શિબિરની પણ મુલાકાત લીધી હતી. ભારત કુવૈતના ટોચના વેપારી ભાગીદારોમાંનું એક છે અને ભારતીય સમુદાય કુવૈતમાં સૌથી મોટો વિદેશી સમુદાય છે.
કુવૈત પણ ભારતના ટોચના વેપારી ભાગીદારોમાંનું એક છે અને નાણાકીય વર્ષ 2023-24માં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 10.47 અબજ યુએસ ડોલર હતો. કુવૈત ભારતનું છઠ્ઠું સૌથી મોટું ક્રૂડ ઓઈલ સપ્લાયર છે, જે દેશની ઉર્જા જરૂરિયાતોના ત્રણ ટકા પૂરા કરે છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ACB ટ્રેપઃ ગાંધીનગરમાં નાયબ મામલતદારે માંગી રૂ. 9,50,000 ની લાંચ અને પછી થયું આવું | 2026-04-17 19:20:19
48 દિવસ પછી હોર્મુઝ ખુલ્યું: કોમર્શિયલ જહાજોની અવરજવર માટે છૂટ, ઈરાને કરી જાહેરાત | 2026-04-17 19:08:13
રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો: બ્રિટિશ નાગરિકતા વિવાદમાં FIR નોંધવા અલ્હાબાદ હાઈકોર્ટનો આદેશ | 2026-04-17 17:36:39
ACB ટ્રેપઃ અમદાવાદમાં બે પોલીસ કર્મચારીઓ વતી લાંચ લેનારો પ્રજાજન 3 હજાર રૂપિયા લેતા ઝડપાયો | 2026-04-17 17:32:12
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: CM ભૂપેન્દ્ર પટેલના હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઇ, ભાજપમાં આંતરિક કલહ સપાટી પર | 2026-04-17 17:29:02
ઈરાન-અમેરિકા વચ્ચે મોટા યુદ્ધના ભણકારા: અમેરિકાની દરિયાઈ નાકાબંધી સામે ઈરાનની ખુલ્લી ચેતવણી | 2026-04-13 18:21:50
પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના એંધાણ ? US- ઈરાન શાંતિ વાર્તાનું કોઇ પરિણામ ન આવ્યું | 2026-04-12 09:58:19
ઈરાન ફક્ત વાતચીત માટે જ જીવંત છે, તેની પાસે બીજો કોઈ વિકલ્પ નથી, શાંતિ મંત્રણા પહેલા ટ્રમ્પની ધમકી | 2026-04-11 09:06:22
ટ્રમ્પે ઈરાનની 10 માંગણીઓની યાદી કચરા પેટીમાં ફેંકી દીધી, વ્હાઇટ હાઉસનું નિવેદન | 2026-04-09 08:59:41
સંસદમાં ચર્ચા વચ્ચે મધ્યરાત્રિએ મહિલા અનામત કાયદો 2023 અમલમાં આવ્યો, જેના માટે એક સૂચના જારી કરવામાં આવી | 2026-04-17 08:41:31