Fri,28 March 2025,1:53 am
Print
header

પીએમ મોદી જામનગરના વનતારામાં પહોંચ્યાં, અંબાણી પરિવાર પણ અહીં હાજર- Gujarat Post

પીએમ મોદીનું શનિવારે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું

જામનગરમાં રાત્રે પીએમ મોદીએ રોડ શો પણ કર્યો

જામનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌરાષ્ટ્ર પ્રવાસનો આજે બીજો દિવસ છે. શનિવારે રાત્રે તેઓ જામનગર આવી પહોંચ્યા હતા. જામનગરમાં રાત્રિ રોકાણ બાદ વડાપ્રધાન વહેલી સવારે જ વનતારા  પહોંચી ગયા હતા. જ્યાં અંબાણી પરિવાર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હાલ તેઓ વનતારાની માહિતી મેળવી રહ્યાં છે. વનતારામાં ચાર કલાક જેટલું રોકાણ કર્યા બાદ સોમનાથ જશે.

વનતારા પ્રોજેક્ટ હેઠળ 200 થી વધુ હાથીઓ, હજારો અન્ય પ્રાણીઓ, સરિસૃપ અને પક્ષીઓને બચાવાયા છે. વનતારા રિલાયન્સ ફાઉન્ડેશનનો એક ડ્રીમ પ્રોજેક્ટ છે. આ ભારતનો પ્રથમ પ્રોજેક્ટ છે જ્યાં ઈજાગ્રસ્ત, ત્યજી દેવાયેલા અને શિકાર થયેલા પ્રાણીઓને બચાવવા, સારવાર આપવા, સાચવવા તથા તેમના પુન:વસવાટ પર ધ્યાન અપાય છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અનંત અંબાણીના સપના તરીકે વનતારા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. જામનગરમાં રિલાયન્સની  રિફાઈનરીના 3000 એકરના ગ્રીનબેલ્ટમાં આ રેસ્ક્યૂ સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch