Mon,25 October 2021,7:05 am
Print
header

PM Modi USA Visit 2021: વોશિંગ્ટનમાં વરસતાં વરસાદમાં પણ મોદીનું ભવ્ય સ્વાગત, ભારત જેવો જ સર્જાયો માહોલ

વોશિંગ્ટનઃ પ્રધાનમંત્રી મોદી ત્રણ દિવસના અમેરિકા પ્રવાસે પહોંચી ગયા છે. ભારતીય સમય મુજબ ગુરુવારે સવારે પીએમ મોદી વોશિંગ્ટન પહોંચ્યા છે. જ્યાં ભારતીય સમુદાયના લોકોએ તેમનું જબરદસ્ત સ્વાગત કર્યુ હતું. વરસતાં વરસાદમાં પણ મોટી સંખ્યામાં ભારતીયો વોશિંગ્ટન એરપોર્ટ બહાર એકત્ર થયા હતા.

પ્રધાનમંત્રી મોદીનું આગમન થતાં જ ભારતીય સમુદાયના લોકોએ ભારત માતા કી જય, મોદી-મોદીના નારા લગાવ્યા હતા. ખુદ પ્રધાનમંત્રી મોદી પણ ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા.

પ્રધાનમંત્રી બીજી વખત અમેરિકા પ્રવાસે છે. આ પહેલા જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ હતા ત્યારે ગયા હતા. તે સમયે હ્યુસ્ટનમાં  હાઉડી મોદી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રધાનમંત્રીએ સંબોધન કર્યુ હતું.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch