કોલકતાઃ વડાપ્રધાન નરેન્દ્ર આજે કોલકતા ના બ્રિગેડ મેદાન ખાતે એક વિશાળ રેલીને સંબોધન કરશે. રેલીમાં સામેલ થવા સવારથી જ લોકો ઉમટી પડ્યા છે. રેલીમાં અભિનેતા મિથુન ચક્રવર્તી પણ હાજર રહેશે અને ભાજપમાં જોડાશે. મિથુન ચક્રવર્તી કોલકતા પહોંચ્યા છે. જ્યાં તેમણે ભાજપના નેશનલ જનરલ સેક્રેટરી અને સેન્ટ્રલ ઓબ્સર્વર ફોર વેસ્ટ બંગાલના કૈલાશ વિજયવર્ગીય સાથે મુલાકાત કરી હતી.
મિથુન આજે બપોરે બ્રિગેડ ગ્રાઉન્ડ ખાતે ભાજપમાં જોડાશે. દિલીપ ઘોષ, કૈલાસ વિજયવર્ગીય તેમને ધ્વજ ધારણ કરાવીને ભાજપની સદસ્યતા અપાવશે. ભાજપમાં સામેલ થવાને લઇ મિથુન પણ ઘણા ઉત્સાહિત છે. મિથુન ચક્રવર્તી રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યાં છે. તેમને મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ રાજ્યસભામાં મોકલ્યાં હતા, અને તે એપ્રિલ 2014થી ડિસેમ્બર 2016 સુધી ગૃહમાં રહ્યાં હતા.
પીએમ મોદીની સાથે રેલીમાં ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહેશે.ખાસ વાત છે કે બંગાળમાં 294 બેઠકો માટે આઠ તબક્કામાં મતદાન યોજાવવાનુ છે. પહેલા તબક્કામાં 38 બેઠકો પર મતદાન થશે, બીજા તબક્કાનુ મતદાન 1 એપ્રિલે થશે. આ અંતર્ગત 30 બેઠકો પર લોકો મતદાન કરશે. ત્રીજા તબક્કાના મતદાન માટે 6 એપ્રિલનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે, જ્યાં 31 બેઠકો પર લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03