અમદાવાદ કાઈટ ફેસ્ટિવલમાં જર્મનીના ચાન્સેલર રહેશે ઉપસ્થિત
રાજકોટ: જાન્યુઆરી મહિનામાં ગુજરાતમાં યોજાનારી વિવિધ ઇવેન્ટ્સ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે 11 અને 12 જાન્યુઆરીએ સૌરાષ્ટ્ર-કચ્છ રીજનલ વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, જેની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરવા પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
પ્રભારી મંત્રી વાઘાણીએ જાહેરાત કરી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી જાન્યુઆરીએ બપોરે રાજકોટ પધારશે. તેમના સ્વાગત માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જૂના એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા વડાપ્રધાનનું સ્વદેશી થીમ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટ પર આગમન બાદ વડાપ્રધાનનો 1 કિલોમીટર લાંબો રોડ શો યોજાશે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે તેવી શક્યતા છે.
વડાપ્રધાન રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છ રીજનલ વાઈબ્રન્ટ સમિટનો વિધિવત પ્રારંભ કરાવશે. રાજકોટના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ, વડાપ્રધાન 12મી જાન્યુઆરીએ અમદાવાદના મહેમાન બનશે. 2મી જાન્યુઆરીએ અમદાવાદમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો વડાપ્રધાન પ્રારંભ કરાવશે.
ખાસ બાબત એ છે કે આ પતંગોત્સવ દરમિયાન જર્મનીના ચાન્સેલર પણ ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ તબક્કે વડાપ્રધાન મોદી અને જર્મનીના ચાન્સેલર વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત થવાની પણ શક્યતા છે.
વડાપ્રધાનની આ બે દિવસીય મુલાકાતને પગલે રાજકોટ અને અમદાવાદના વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રીજનલ વાઈબ્રન્ટ સમિટ અને કાઈટ ફેસ્ટિવલ બંને કાર્યક્રમોને સફળ બનાવવા માટે રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સતત દેખરેખ રાખી રહ્યાં છે.
યુવાનો માટે પીએમ મોદીની મોટી જાહેરાત, મફતમાં મળશે ઓનલાઈન કોચિંગ, એક વર્ષમાં 1 કરોડ AI તાલીમ | 2026-08-15 09:21:44
વડાપ્રધાન મોદીએ 80 મા સ્વતંત્રતા દિવસની દેશને શુભેચ્છા પાઠવી, લાલ કિલ્લા પરથી તેમણે શું કહ્યું? | 2026-08-15 08:53:39
ઇન્ડોનેશિયામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી | 2026-08-15 08:38:11
ખરાબ પફ ખાધા બાદ વિદ્યાર્થીનું મોત થયાનો દાવો, 100 મીટર દૂર હોસ્પિટલ હોવા છતાં સ્કૂલે સારવાર ન કરાવી | 2026-08-14 18:37:39
હાઇકોર્ટની ટકોર, સુરતમાં આરોપીઓનું સરઘસ કાઢીને ફટકારાનારા DCB રાજદીપસિંહ નકુમની તાત્કાલિક બદલી કેમ નથી કરી ? | 2026-08-14 18:36:05
ACB નું ઓપરેશન, અમદાવાદ સ્ટેટ GST વિભાગના બે અધિકારીઓ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-08-14 15:57:00
આ કાકાએ આ ઉંમરમાં રૂ.2500 ની લાંચ લીધી અને ACB એ તેમને ઝડપી લીધા | 2026-08-14 15:38:50
અમદાવાદઃ સોલામાં આવેલી ઉમિયા કેમ્પસ હોસ્ટેલમાં 16 વર્ષીય વિદ્યાર્થીએ કર્યો આપઘાત | 2026-08-14 09:56:32
સુરતમાં શ્રાવણના પ્રારંભે બીલીપત્રના ઝાડ પર પ્રેમીયુગલે ફાંસો ખાતા ચકચાર | 2026-08-13 16:36:44
9 મહિલાની દરિયામાં ડ્યૂટી, અમેરિકી સૈનિકોએ અબ્રાહમ લિંકન પરથી કૂદીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ | 2026-08-14 09:21:36
ચમોલી ટનલ દુર્ઘટનામાં 7 કામદારોનાં મોત, ત્રણ હજુ પણ ગુમ | 2026-08-14 08:47:57
નાંદેડમાં શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ પર નિહંગે કર્યો હુમલો | 2026-08-13 16:46:20
ઉસને મુજે છોડ દિયા, ડિવોર્સ દે દિયા. મેં અબ ઉસકે બિના નહીં રહે સકતી.. 17 વર્ષની સગીરાએ સાબરમતી નદીમાં ઝંપલાવ્યું | 2026-08-13 16:29:07
જસદણના વિંછીયા રોડ પર મોડી રાત્રે ગંભીર અકસ્માત, નાયબ મામલતદારનું મોત | 2026-08-09 09:17:02
મોરબીના વીરપરડામાં કુવામાં હિલોળા લેતું પાણી એક દિવસ શાંત રહ્યાં બાદ ફરી હલચલ શરૂ થઈ | 2026-08-09 09:08:25
ગોંડલમા પરિણીતાને ટ્રેન નીચે ધકેલીને પ્રેમીએ કરી હત્યા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન | 2026-08-07 18:04:39
રાજકોટઃ ડોક્ટરની ચેતવણી છતાં પતિએ પત્ની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો, જાણો આગળ શું થયું ? | 2026-08-07 08:47:15
રાજકોટ: FB પર મિત્રતા કરીને ખેડૂત સાથે રૂ. 6.30 લાખનું સાયબર ફ્રોડ, એક મહિલા સહિત 3 વિદેશી ઝડપાયા | 2026-08-06 18:47:24