Fri,28 March 2025,1:30 am
Print
header

વડાપ્રધાન મોદી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે, જામનગરમાં આગમન - Gujarat Post

રવિવારે રિલાયન્સ ખાતે વનતારાની મુલાકાત લેશે

સોમવારે સોમનાથ દાદાના કરશે દર્શન

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના સૌરાષ્ટ્રના પ્રવાસે છે.  શનિવારે મોડી રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર ખાતે આવી પહોંચ્યાં હતા અને ત્યાં સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણ કરશે. રવિવારની વહેલી સવારે રિલાયન્સ ખાતે વનતારાની મુલાકાત લેશે અને ત્યાં બપોરે ભોજન લીધા બાદ તેઓ સીધા જ સાસણ જવા માટે રવાના થશે અને ત્યાં સિંહ દર્શન કરશે તેમજ રાત્રી રોકાણ પણ સાસણ ખાતે જ કરશે. સોમવારે વહેલી સવારે સોમનાથ જવા માટે રવાના થશે.

સોમનાથ ખાતે દર્શન અને પૂજા અર્ચના કર્યા બાદ સોમનાથ ટ્રસ્ટની બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓ પણ હાજર રહેશે. ત્યારબાદ બપોરે સોમનાથ ખાતે ભોજન લીધા બાદ તેઓ સીધા જ રાજકોટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પહોંચ્યા બાદ 2:30 કલાકે દિલ્હી જવા માટે રવાના થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસના કાર્યક્રમને પગલે સૌરાષ્ટ્રભરની પોલીસ અલગ-અલગ સ્થળોએ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. તેમજ તંત્ર દ્વારા મોટાભાગની કામગીરી પણ પૂર્ણ કરી લેવામાં આવી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch