Wed,31 May 2023,3:07 am
Print
header

PM મોદીનો જાપાન પ્રવાસનો ત્રીજો દિવસ, બ્રિટનના PM ઋષિ સુનક સાથે કરી દ્વિપક્ષીય બેઠક- Gujarat Post

(Photo: ANI)

હિરોશીમાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં યુકેના વડા પ્રધાન ઋષિ સુનક સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.નરેન્દ્ર મોદીએ તેમના બ્રિટિશ સમકક્ષ ઋષિ સુનાક, ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો અને યુએનના વડા એન્ટોનિયો ગુટેરેસ સાથે આ જાપાની શહેરમાં G-7 સમિટ વખતે મુલાકાત કરી હતી.

G-7 સમિટના ત્રણ સત્રમાં ભાગ લેવા માટે મોદી શુક્રવારે હિરોશિમા પહોંચ્યાં હતા. સુનક સાથેની મુલાકાત દરમિયાન બંને નેતાઓએ ઉષ્માભેર ભટ્યાં હતા. બ્રિટિશ વડાપ્રધાન સુનકે પણ તેમના ટ્વિટર હેન્ડલ પર મોદી સાથેની એક તસવીર શેર કરી છે, જેમાં બંને નેતાઓ એકબીજાને ઉષ્માભેર ભેટતાં જોવા મળે છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પણ ટ્વિટ કરીને આ બેઠકની જાણકારી આપી હતી. તેમણે ટ્વિટર પર કહ્યું કે બંને નેતાઓએ તેમની વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરી, જેમાં ભારત-યુકે એફટીએ વાટાઘાટોમાં પ્રગતિનો હિસાબ લેવામાં આવ્યો હતો. G-7 જૂથમાં અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, ઇટાલી, જર્મની, કેનેડા અને જાપાનનો સમાવેશ થાય છે. તે વિશ્વના સૌથી ધનિક લોકશાહીનું પ્રતિનિધિત્વ કરે છે.જાપાને તેની G-7ની અધ્યક્ષતામાં ભારત અને અન્ય સાત દેશોને સમિટમાં આમંત્રણ આપ્યું હતું.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch