Tue,16 April 2024,8:24 pm
Print
header

પીએમ મોદીએ જાપાનના વડાપ્રધાન કિશિદા સાથે કરી મુલાકાત, ઝેલેન્સ્કી સાથેની બેઠક પર નજર- Gujarat Post

(Photo: ANI)

હિરોશિમાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી.બંને નેતાઓએ વેપાર, અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારત-જાપાનની મિત્રતા વધારવાના માર્ગો પર ચર્ચા કરી હતી અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. PM મોદી શનિવારે ક્વાડ સમિટ પહેલા ઝેલેન્સકી સાથે બેઠક કરશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું તમને G7ની શાનદાર બેઠક માટે અભિનંદન આપું છું. G7 શિખર સંમેલનમાં ભારતને આમંત્રણ આપવા બદલ પણ હું તમારો ખૂબ આભારી છું. મેં તમને હિરોશિમામાં આપેલું બોધિ વૃક્ષ તમે વાવ્યું હતું અને જેમ જેમ તે વધશે તેમ તેમ ભારત-જાપાનના સંબંધો વધુ મજબૂત થશે. આ તે વૃક્ષ છે જે બુદ્ધના વિચારોને અમરત્વ આપે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને પીએમ મોદીએ મહાત્મા ગાંધીની પ્રતિમા સ્થાપિત કરવા અને અનાવરણ કરવાની તક આપવા બદલ જાપાન સરકારનો આભાર માન્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch