Sat,20 April 2024,5:28 pm
Print
header

કોરોના પર ચર્ચા, વડાપ્રધાન મોદી આજે ફરીથી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે મીટિંગ

નવી દિલ્હીઃ કોરોના સંક્રમણ (Coronavirus) પર કાબુ મેળવ્યાં બાદ દેશમાં રસી (Covid-19 Vaccine) આપવાની તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. 16 જાન્યુઆરીથી દેશમાં રસીકરણ (Corona Vaccination) શરૂ થશે, પ્રથમ તબક્કામાં આશરે 3 કરોડ લોકોને રસી અપાશે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ઓનલાઇન મીટિંગ કરશે. જેમાં તેઓ કોવિડ-19 વેક્સિન પર ચર્ચા કરશે. દેશમાં ભારત બાયોટેક (Bharat BioTech)ની કોવેક્સિન અને ઓફ્સફોર્ડ એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ (Covishield) રસીને 3 જાન્યુઆરીથી ઈમરજન્સી વપરાશ માટે મંજૂરી આપવામાં આવી છે.

પીએમ મોદી મુખ્યમંત્રીઓ (PM Modi meeting with CMs) સાથેની બેઠકમાં વાયરસ સામે વેક્સિનેશન (Vaccination) કાર્યક્રમ અંગે કેન્દ્રની યોજના પર ચર્ચા કરશે. વેક્સિન રોલઆઉટ દરમિયાન ઉભા થનારા પડકારોને ઓળખવા તથા સોફ્ટવેર પ્લેટફોર્મની ઓપરેશનલ ક્ષમતા જાણવા તાજેતરમાં જ નેશનલ ડ્રાઇ રન (Dry Run) પણ ચલાવવામાં આવ્યું હતું. જેને આધારે રસીકરણ દરમિયાન આવનારા પડકારો, મુશ્કેલીઓને સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યના તમામ નાગરિકોને ફ્રીમાં કોરોના રસી આપવાની જાહેરાત કરી હતી. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે બે દિવસ પહેલા તમામ નાગરિકોને ફ્રીમાં રસી આપવા પ્રધાનમંત્રીને વિનંતી કરી હતી. આજની મીટિંગમાં મોદી કોરોનાની રસીને લઈને શું જાહેરાત કરે છે તેના પર સૌની નજર રહેશે.

દેશમાં કોરોના સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી રોજના 20 હજારથી ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે એક્ટિવ કેસ છે.  સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ભારત બીજા ક્રમે અને મૃત્યુની સંખ્યામાં અમેરિકા, બ્રાઝિલ બાદ ત્રીજા ક્રમે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch