Thu,25 April 2024,11:09 pm
Print
header

ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા માર્યાં, પીએમ મોદીએ કુંભ મેળો પ્રતિકાત્મક રાખવા કોને કરી અપીલ ?

નવી દિલ્હી: દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાએ કહેર મચાવ્યો છે. આજે સૌથી વધુ કેસ અને સૌથી વધુ મોત થયા છે. દેશમાં વધી રહેલા કોરોના પ્રકોપને લઈને પીએમ મોદીએ બે શાહી સ્નાન બાદ હવે કુંભ મેળાને પ્રતિકાત્મક રાખવામાં આવે તેવી અપીલ કરી છે. આ મામલે પીએમ મોદીએ આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદગીરી સાથે વાત પણ કરી છે. ઉલ્લેખનીય છે કે કુંભ મેળામાં બે શાહી સ્નાન પૂર્ણ થઈ ચૂક્યા છે. આ દરમિયાન અનેક સંતો કોરોના પોઝિટિવ આવ્યાંની વાત સામે આવી રહી છે.

પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને સાધુ-સંતોને અપીલ કરી છે ત્યારે તેમના ટ્વિટ બાદ સ્વામી અવધેશાનંદે તેમની અપીલને સ્વીકારી છે.પ્રધાનમંત્રીએ કુંભને પ્રતિકાત્મક રાખવાની અપીલ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, મેં પ્રાર્થના કરી છે કે 2 શાહી સ્નાન થઇ ચૂક્યા છે અને હવે કુંભને કોરોના સંકટને લઇને પ્રતિકાત્મક રાખવામાં આવે. આનાથી આ સંકટથી લડાઈને એક તાકાત મળશે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,34,692 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1341 લોકોનાં મોત થયા છે. જો કે 1,23,354 લોકો ઠીક પણ થયા છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch