ગુવાહાટીઃ આસામમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.ચૂંટણીની સત્તાવાર જાહેરાત પહેલાં જ રાજ્યને વિકાસ પરિયોજનાઓની ભેટ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામ પ્રવાસ દરમિયાન લોકોને સંબોધિત કર્યા હતા. તેમણે ગુવાહાટીમાં આયોજિત જનસભામાં જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
વધતી જતી રાજકીય ગરમાગરમી વચ્ચે ચૂંટણી બ્યુગલ ફૂંકતા પીએમ મોદીએ એક તરફ ભાજપના શાસનકાળમાં લેવાયેલા નિર્ણયો અને વિકાસ કામોનો ઉલ્લેખ કર્યો, બીજી તરફ વિરોધ પક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. મોદીએ કોંગ્રેસ પર આતંકીઓને ખભે બેસાડવાનો આરોપ લગાવતા કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ ઘૂસણખોરોને બચાવવામાં લાગેલા છે. તેમણે ભાજપના પક્ષમાં જનાદેશનો ભરોસો વ્યક્ત કરતા કહ્યું કે, આગામી ચૂંટણીમાં જનતા ભારે બહુમતીથી ભાજપની સરકાર પસંદ કરશે.
કોંગ્રેસ પર તુષ્ટિકરણના આરોપ લગાવતા પીએમ મોદીએ કહ્યું કે, પૂર્વોત્તરને નજરઅંદાજ કરીને કોંગ્રેસે હંમેશા ફંડ ફાળવવામાં પાછીપાની કરી હતી. તેમણે NDA સરકારના નિર્ણયોને રેખાંકિત કરતા આજે લોકાર્પણ કરાયેલા 'ભાસ્કર સેતુ' સહિતની અન્ય પરિયોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો.
પુલવામા આતંકી હુમલાની સાતમી વરસીનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું, આજે જ પુલવામા હુમલાની વરસી છે. હું આ હુમલામાં જીવ ગુમાવનારા માં ભારતીના વીર સપૂતોને નમન કરું છું. આ હુમલા બાદ ભારતે જે રીતે આતંકીઓને સજા આપી તે આખી દુનિયાએ જોઈ છે. જમ્મુ-કાશ્મીરના જ પહેલગામમાં એપ્રિલ 2025માં થયેલી આતંકી હરકતનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું કે, તમે ભારતની આ શક્તિ 'ઓપરેશન સિંદૂર'માં પણ જોઈ છે.
પહેલગામ હુમલા બાદ ભારતીય સેનાના જડબાતોડ જવાબનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ જનતાને પૂછ્યું- હું તમારી પાસે જાણવા માંગુ છું કે શું ક્યારેય કોંગ્રેસમાં દેશહિત માટે આટલી હિંમત સાથે નિર્ણય લેવાની તાકાત હતી ખરી? તેઓ વધુમાં વધુ નિવેદનો જ આપી શકે છે. જે કોંગ્રેસ ભારતને રાષ્ટ્ર માનવાનો પણ ઇનકાર કરે છે, જેઓ 'માં ભારતી' કોણ છે તેવા સવાલ કરે છે અને જેમને 'માં ભારતી'ના નામથી પણ એલર્જી છે, તે કોંગ્રેસ ક્યારેય ભારતનું ભલું કરી શકે નહીં.
#WATCH | Guwahati | PM Modi says, "Congress has committed another heinous crime against Assam. Congress kept Assam restless, kept it in a state of violence and separatism. Since independence, Assam has been in a state of bomb, gun, blockade, and curfew... But the BJP-NDA… pic.twitter.com/qrB9RQPBxa
— ANI (@ANI) February 14, 2026
દેશમાં ગેસ અને ઇંધણની કોઈ અછત નથી: ગભરાઇને બુકિંગ ન કરવા મોદી સરકારની અપીલ | 2026-03-13 17:25:59
Video: આંજણા પટેલ યુવક સાથે લગ્ન બાદ સિંગર કિંજલ રબારીએ હર્ષ સંઘવીને શું કરી વિનંતી ? | 2026-03-13 17:10:01
Stock Market Crash: સતત વેચવાલીથી રોકાણકારો ચિંતિત, શેરબજારમાં 10 લાખ કરોડ ધોવાયા | 2026-03-13 16:58:09
ACB ટ્રેપમાં દૂધ મંડળીના ઓડિટર સહિત 2 લોકો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-03-13 15:22:51
LPG સંકટ પર હરદીપ સિંહ પુરીએ લોકસભામાં આપ્યો આ જવાબ: Video | 2026-03-12 16:59:16
સંસદમાંથી નરેન્દર ગાયબ, દેશમાંથી સિલિન્ડર ગાયબ: ઊર્જા સુરક્ષા મુદ્દે રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર | 2026-03-12 16:39:35
IAS મહિલા અધિકારીના ફાર્મહાઉસમાં જુગાર રમતા 18 લોકોની ધરપકડ, અનેક પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ | 2026-03-12 09:52:09
સુરતમાં કોથળામાંથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, સગા પુત્ર, પુત્રવધૂ અને વેવાઈએ જ કરી હતી હત્યા | 2026-03-12 16:48:11