અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. પ્રવાસ દરમિયાન તેમણે રાજ્યને અંદાજે રૂ. 20,000 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી છે અને ભારતને ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ બનાવવાની દિશામાં મજબૂત પગલું ભર્યું છે. વડાપ્રધાને દિવસની શરૂઆત ગાંધીનગરના કોબા ખાતે કરી હતી. મહાવીર જયંતીના પવિત્ર અવસરે તેમણે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ તેઓ સાણંદ અને ત્યાંથી વાવ-થરાદ પહોંચ્યાં હતા.
પીએમ મોદીએ રૂ. 5,100 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા 109 કિમી લાંબા અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે (NE-8)નું લોકાર્પણ કર્યું છે. આ હાઈવેને કારણે અમદાવાદથી ધોલેરા માત્ર 45 મિનિટમાં અને ભાવનગર માત્ર 1 કલાક 45 મિનિટમાં પહોંચી શકાશે.
કેન્દ્ર અને રાજ્ય સરકારના મળી કુલ રૂ. 19,806.9 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં હતા.પીએમ મોદીએ સાણંદમાં કેઇન્સ સેમિકોન (Kaynes Semicon) ના આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટ (OSAT) પ્લાન્ટનું ઉદ્ઘઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ભારતની ટેકનોલોજીકલ શક્તિ વિશે વાત કરતા મહત્વના મુદ્દાઓ કહ્યાં હતા.
સાણંદથી સિલિકોન વેલી: ભારતની ટેક-ક્રાંતિનો નવો અધ્યાય!
— BJP Gujarat (@BJP4Gujarat) March 31, 2026
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi ના શુભહસ્તે આજે સાણંદ ખાતે કેઇન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત માઇક્રોન બાદ કોમર્શિયલ પ્રોડક્શન શરૂ કરનાર આ દેશનો બીજો મોટો પ્લાન્ટ છે.… pic.twitter.com/bghIH4ifZb
મોદીએ આ દાયકાને ભારતનો ટેકેટ ગણાવ્યો અને કહ્યું કે AI ક્ષેત્રે ભારત દુનિયામાં અગ્રેસર છે. સાણંદમાં બનનારી સેમિકન્ડક્ટર ચિપ્સ અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં નિકાસ થશે. સાણંદ અને સિલિકોન વેલી વચ્ચે હવે નવો બ્રિજ બની ગયો છે. ભારતનું સેમિકન્ડક્ટર માર્કેટ હાલ 4.50 લાખ કરોડનું છે, જે દાયકાના અંત સુધીમાં 100 બિલિયન ડોલર (રૂ. 9 લાખ કરોડ) ને પાર કરી જશે.
વડાપ્રધાને જણાવ્યું કે કોરોના કાળમાં સપ્લાય ચેન ખોરવાઈ ત્યારે જ ભારતે સેમિકન્ડક્ટર હબ બનવાનો સંકલ્પ કર્યો હતો. 2021માં શરૂ થયેલા ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત હાલ 6 રાજ્યોમાં રૂ. 1.60 લાખ કરોડના કામો ચાલી રહ્યા છે. આ વર્ષના બજેટમાં ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0 ની પણ જાહેરાત કરવામાં આવી છે, જે ભારતને સુરક્ષિત ટેકનોલોજી પ્લેટફોર્મ પૂરું પાડશે.
પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે 21મી સદીનું ભારત હવે માત્ર બદલાવનું સાક્ષી નથી, પણ તે દુનિયામાં ટેકનોલોજી અને એનર્જી સિક્યોરિટીના ક્ષેત્રે નેતૃત્વ કરી રહ્યું છે.
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40
વડોદરામાં ફોર્મ ભરવા પહોંચેલા મહિલા ઉમેદવારના પતિની હરિયાણા પોલીસે કરી ધરપકડ | 2026-04-11 17:24:13
પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના એંધાણ ? US- ઈરાન શાંતિ વાર્તાનું કોઇ પરિણામ ન આવ્યું | 2026-04-12 09:58:19
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ, ક્યાંક બિનહરીફ તો ક્યાંયક ઉમેદવારો બદલાયા | 2026-04-11 17:15:20
પોલીસ કોન્સ્ટેબલે રૂ. 1,20,000 ની લાંચની માંગણી કરી, પ્રજાજન તેના વતી લાંંચ લેતા એસીબીમાં ફસાયો | 2026-04-10 09:04:14
ચાંદખેડામાં ઢોસાના ખીરાથી બે બાળકીઓનાં મોતના દાવા મામલે નવો વળાંક આવ્યો | 2026-04-09 16:34:55