Sat,20 April 2024,2:11 am
Print
header

વડાપ્રધાન મોદીને દેશને સમર્પિત કર્યું નવું સંસદ ભવન, સેંગોલને કર્યા સાષ્ટાંગ દંડવત- Gujarat Post

નવી દિલ્હી: દેશને નવું સંસદ ભવન મળ્યું છે. પીએમ મોદીએ તેનું ઉદ્ઘઘાટન કર્યું છે. નવી ઇમારતમાં લોકસભાના 888 અને રાજ્યસભાના 384 સભ્યો માટે બેઠક વ્યવસ્થા છે.નવી સંસદને લઈને દેશમાં ભારે રાજનીતિ થઈ હતી. નવા સંસદ ભવનનાં ઉદ્ઘઘાટન માટે હવન કરવામાં આવ્યો હતો. મંત્રોચ્ચાર વચ્ચે વડાપ્રધાન મોદીએ નવા સંસદ ભવનને ખુલ્લુ મુક્યું હતુ. લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ નવા સંસદ ભવનના ઉદ્ઘઘાટન માટે હવન-પૂજામાં તેમની સાથે બેઠા હતા. આ હવન-પૂજાનો કાર્યક્રમ લગભગ એક કલાક સુધી ચાલ્યો હતો. તામિલનાડુથી આવેલા સંતોના મંત્રોચ્ચાર સાથે હવનની વિધિ પૂર્ણ થઈ હતી.

મોદીએ હવન બાદ સેંગોલની પૂજા કરી હતી. સંસદ ભવનમાં સેંગોલની સ્થાપના બાદ તમિલનાડુથી આવેલા સંતોના આશીર્વાદ મેળવ્યાં હતા. દેશની નવી સંસદ ભવનનાં નિર્માણ માટે દેશભરમાંથી અનોખી સામગ્રી એકત્ર કરવામાં આવી હતી. જેમ કે નાગપુરથી સાગનું લાકડું, રાજસ્થાનના સરમથુરામાંથી રેતીના પથ્થર, યુપીના મિર્ઝાપુરથી કાર્પેટ, અગરતલામાંથી વાંસનું લાકડું અને મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને જયપુરથી અશોક પ્રતીક વગેરે લાવવામાં આવ્યાં હતા.

અધનમ મઠના પુજારીઓએ નવા સંસદ ભવનમાં પીએમ મોદીને સેંગોલ સોંપ્યું હતુ. વિધિ બાદ સંતોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સેંગોલ સોંપ્યું હતું. મોદીએ સેંગોલ સાથે સંસદની નવી ઇમારતમાં પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન અધિનમ મઠના પૂજારીઓ પણ હાજર રહ્યાં હતા.

દેશની નવી સંસદના ઉદ્ઘઘાટન બાદ સંસદ પરિસરમાં સર્વધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ધર્મના વિદ્વાનો અને શિક્ષકોએ પોતપોતાના ધર્મ વિશે વિચારો રાખ્યા હતા અને પૂજા અર્ચના કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદી, લોકસભા સ્પીકર ઓમ બિરલા અને સમગ્ર કેન્દ્રીય કેબિનેટના મંત્રીઓ હાજર રહ્યાં હતા. નરેન્દ્ર મોદીએ બિલ્ડિંગના નિર્માણમાં કામ કરનાર શ્રમિકોનું સન્માન પણ કર્યું હતું.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch