Fri,19 April 2024,2:03 am
Print
header

PM મોદીએ IFFCO કલોલના નેનો યુરિયા પ્લાન્ટનું ડિજિટલ ઉદ્ધાટન કર્યું-Gujarat post

આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ગામડાંઓને આત્મનિર્ભર કરવા જરૂરી

ભારત એક દિવસમાં આશરે રૂ. 8 લાખ કરોડના મૂલ્યનું દૂધનું ઉત્પાદન કરે છે

ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી IFFCO કલોલના નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું ડિજિટલ લોન્ચિંગ કર્યું છે. PM મોદીએ કહ્યું કે, દેશમાં નેનો યુરિયાના આવા 8 નવા પ્લાન્ટ બનાવવામાં આવશે.

કલોલના ઈફ્કો પ્લાન્ટના ડિજિટલ લોન્ચિંગ બાદ મોદીએ જણાવ્યું કે દેશભરના લાખો ખેડૂતો આજે મહાત્મા મંદિરમાં જોડાયા છે, હું તમામનો આભાર વ્યક્ત કરું છું, આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ગામડાંઓને આત્મનિર્ભર કરવા જરૂરી છે.  એટલા માટે અમે આજે મોડલ કો-ઓપરેટીવ વિલેજની દિશામાં આગળ વધી રહ્યાં છીએ. ગુજરાતના 6 ગામડાં નક્કી કરાયા છે જ્યાં સંપૂર્ણપણે કો-ઓપરેટીવ વ્યવસ્થાઓ લાગુ કરવામાં આવશે.ભારત વિદેશોમાંથી યુરિયા મગાવે છે. એક બેગ યુરિયા રૂ.3500માં પડે છે.ખેડૂતોને એ જ બેગ 300 રૂપિયામાં આપવામાં આવે છે. ખાતરના ઉપયોગમાં ભારત બીજા નંબરે છે. એક સમયે ખાતરની કાળાબજારી થતી હતી. ખાતરની વૈશ્વિક કિંમત વધી છે. મુશ્કેલી હોવા છતા ખાતરનું સંકટ ઉભું થવા દીધું નથી.

મોદીએ જણાવ્યું કે, ઘઉં અને અનાજનું બજાર દૂધ ઉત્પાદન કરતા ઘણું ઓછું છે. પહેલા ગુજરાતમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં ડેરીનું નિર્માણ માટે પ્રતિબંધની જોગવાઈ કરાઈ હતી. આજે ગુજરાતમાં ચારેબાજુ ડેરી ક્ષેત્ર તાકાતથી ઉભું છે. ભારત એક દિવસમાં આશરે રૂ. 8 લાખ કરોડ રૂપિયાના મૂલ્યનું દૂધ ઉત્પાદન કરે છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે આજે નેનો યુરિયા પ્લાંટની શરૂઆત થઈ છે. મોદી સરકારમાં સહકાર મંત્રાલયની રચના થઈ છે. ગુજરાતમાં સહકાર મોડલ સફળ રહ્યું છે. જ્યારથી સહકારી ક્ષેત્રે જોડાયા ત્યારથી અલગ વિભાગની માગ હતી. કેન્દ્રમાં મોદી સરકાર આવ્યાં બાદ અલગ મંત્રાલયની રચના થઈ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, સહકાર ક્ષેત્રમાં અનેક નિર્ણયો લેવાઈ રહ્યાં છે. સહકારી બેંકને RBIના દાયરામાં લાવવામાં આવી છે.તાજેતરમાં કેન્દ્રીય બજેટમાં દેશની કો-પોરેટીવ સોસાયટીને લાભ આપવામાં આવ્યાં છે. જેને કારણે ખેડૂતોને પણ મોટો ફાયદો થશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch