Thu,25 April 2024,3:42 am
Print
header

વડાપ્રધાન મોદીએ સાબર ડેરીના રૂ.1000 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ તથા ભૂમિપૂજન કર્યું - Gujaratpost

રૂ.600 કરોડના ખર્ચે આકાર પામનારા ચીઝ પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું

ગુજરાતમાં ડેરી ઉદ્યોગ એક લાખ કરોડ પર પહોંચ્યો

સાબરકાંંઠાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબર ડેરીના દૈનિક 120 મેટ્રિક ટન પાવડરનું ઉત્પાદન કરતા રૂપિયા 305 કરોડમાં તૈયાર થયેલા પાવડર પ્લાન્ટ અને 125 કરોડના ટ્રેટાપેક પ્લાન્ટનું લોકાર્પણ કર્યું છે. લોકાર્પણ બાદ વડાપ્રધાને જિલ્લાની પશુપાલન ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારી 20 મહિલાઓ સાથે 10 મિનીટ વાર્તાલાપ કર્યો હતો.વડાપ્રધાને પાંચ એકરમાં રૂપિયા 600 કરોડના ખર્ચે આકાર પામનારા ચીઝ પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું હતું.

વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા કહ્યું, સાબર ડેરીનો વિસ્તાર થઇ રહ્યો છે ત્યારે નવો ચીઝ પ્લાન્ટ સાબર ડેરીને મદદ કરશે.તેમને પશુપાલકો અને ડિરેક્ટરોને શુભકામના પાઠવી હતી.આજથી બે દાયકા પહેલાં અહીં શું સ્થિતિ હતી એ તમને અને મને બંનેને ખબર છે. કૃષિ ક્ષેત્રે ગુજરાતે બદલાવ કર્યો છે, અર્થ વ્યવસ્થાને ડેરીએ મજબૂત કરી છે.

ગુજરાતમાં ડેરી ઉદ્યોગ એક લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યો છે. મને ખુશી છે કે દૂધ સમિતિઓમાં મહિલાઓને સ્થાન મળ્યું છે. કેટલીક જગ્યાએ મહિલાઓ જ બધુ કામ સંભાળે છે. મેં એ વખતે નિયમ કર્યો હતો કે દૂધના રૂપિયા ભાઇઓને નહીં પણ મહિલાઓને મળવા જોઇએ. જેનાથી મહિલાઓની તાકાત વધી. સહકાર છે એટલે જ સમૃદ્ધિ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch