Wed,18 February 2026,12:25 pm
Print
header

પીએમ મોદીએ કહ્યું વિશ્વ આપણા ટ્રેડ ડીલની પ્રશંસા કરી રહ્યું છે, કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ

  • Published By
  • 2026-02-05 17:58:40
  • /

નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આભાર પ્રસ્તાવ પર રાજ્યસભાને સંબોધિત કરી રહ્યાં હતા. વિપક્ષની જોરદાર સૂત્રોચ્ચાર વચ્ચે તેમણે કહ્યું કે, આભાર પ્રસ્તાવ પર સમર્થન માટે આ સદનમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરવી તેને હું મારું સૌભાગ્ય માનું છું. દેશ આજે ઝડપી પ્રગતિ કરી રહ્યો છે. આજે સમગ્ર વિશ્વ આપણા ટ્રેડ ડીલની પ્રશંસા કરી રહ્યું છે.

વડાપ્રધાને કહ્યું, મારી એક પ્રાર્થના છે. આદરણીય ખડગેજીની ઉંમર જોતા, જો તેઓ બેસીને પણ સૂત્રો બોલવા માંગતા હોય તો બોલી શકે છે. પાછળ ઘણા બધા યુવા નેતાઓ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, રાષ્ટ્રપતિજીએ દેશના મધ્યમ વર્ગ, નિમ્ન-મધ્યમ વર્ગ, ગરીબ, ગામડાં, ખેડૂત, મહિલાઓ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે ખૂબ જ વિગતવાર વાત કરી છે અને ભારતીય પ્રગતિનો પડઘો સંસદમાં ગુંજ્યો છે. દેશના યુવાનો ભારતની ક્ષમતાને કેવી રીતે આગળ વધારી રહ્યા છે, તેની પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. રાષ્ટ્રપતિજીએ ભારતના ઉજ્જવળ ભવિષ્ય પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જે આપણા બધા માટે પ્રેરણાદાયક છે.

તેમણે કહ્યું કે, પાછલી સદીમાં ભારતની આઝાદીના જંગમાં બીજું ક્વાર્ટર (પચીસ વર્ષ) ખૂબ જ નિર્ણાયક સાબિત થયું હતું. હું સ્પષ્ટપણે જોઈ રહ્યો છું કે વિકસિત ભારતના નિર્માણની દિશામાં આ બીજું ક્વાર્ટર પણ એટલું જ સામર્થ્યવાન સાબિત થશે અને તેટલી જ ઝડપથી આગળ વધશે. રાષ્ટ્રનો દરેક વ્યક્તિ અનુભવી રહ્યો છે કે આપણે એક મહત્વપૂર્ણ પડાવ પર પહોંચી ગયા છીએ. આપણે નથી રોકાવું, નથી પાછળ વળીને જોવું. આપણે માત્ર આગળ જ જોવાનું છે અને લક્ષ્ય પ્રાપ્ત કરીને જ જંપ લેવાનો છે. આપણે તે દિશામાં આગળ વધી રહ્યા છીએ.

વડાપ્રધાન મોદીએ વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની ઉંમરને લઈને પણ કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું, "આદરણીય ખડગેજીની ઉંમર જોતા, જો તેઓ બેસીને પણ સૂત્રો બોલવા માંગતા હોય તો બોલી શકે છે. પાછળ ઘણા બધા યુવા નેતાઓ છે.

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch