સોમનાથ: સોમનાથ સ્વાભિમાન પર્વ 2026 ના બીજા દિવસે વડાપ્રધાને સોમનાથ મહાદેવના આશીર્વાદ લીધા હતા અને સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર આયોજિત ભવ્ય શૌર્યયાત્રામાં જોડાઈને લાખો શ્રદ્ધાળુઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ 1 કિલોમીટર લાંબી ભવ્ય શૌર્યયાત્રા રહી હતી. જેમાં 108 અશ્વો સાથે પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ યુવાનો અને સાધુ-સંતો જોડાયા હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યાત્રામાં સહભાગી થયા ત્યારે વાતાવરણ 'હર હર મહાદેવ' અને 'હર હર મોદી' ના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.
#WATCH | Gujarat | Prime Minsiter Narendra Modi's 'shaurya yatra' underway in Somnath, as part of the Somnath Swabhiman Parv, which is being celebrated from 8-11 January.
— ANI (@ANI) January 11, 2026
Source: ANI/ DD pic.twitter.com/BM2uhJ7Gmn
પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાને આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવની વિશેષ પૂજા-અર્ચના અને અભિષેક કર્યો હતો. રાષ્ટ્રના કલ્યાણની કામના સાથે તેમણે ગર્ભગૃહમાં મહાદેવને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રથમ દિવસે તેમણે સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરી હતી અને ત્યારબાદ ઓમકાર જાપ અનુષ્ઠાન તથા આધુનિક ડ્રોન-શોનો લ્હાવો લીધો હતો.
સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર અને ભારતીય સંસ્કૃતિના ગૌરવને ઉજાગર કરતા આ 'સ્વાભિમાન પર્વ'માં વડાપ્રધાનની હાજરીએ નવો પ્રાણ ફૂંક્યો છે. સુરક્ષા વ્યવસ્થા વચ્ચે લાખોની મેદનીએ વડાપ્રધાનનું અભિવાદન ઝીલ્યું હતું. ભક્તિ અને શૌર્યના આ અદભૂત સંગમમાં ડ્રોન શો અને શૌર્યયાત્રાએ લોકોના મન મોહી લીધા હતા.
અરવલ્લીઃ બાયડના ચોઇલા ગામે પતંગની દોરીથી ગળું કપાતા 17 વર્ષીય તરુણનું મોત | 2026-01-14 14:21:20
દિલ્હીમાં ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના નિવાસસ્થાને આગ, જુઓ વીડિયો | 2026-01-14 09:51:41
ગુજરાતમાં IAS કેડરમાં બે અધિકારીઓની બઢતી અને નિમણૂંક - Gujarat Post | 2026-01-14 09:44:46
ઈરાનમાં વિરોધ પ્રદર્શન લોહીયાળ બન્યું: બે સપ્તાહમાં 2000 લોકોનાં મોત, સરકારે પ્રથમવાર આંકડો સ્વીકાર્યો | 2026-01-13 18:19:56
સુરતમાં મહિલા સાથેના સંબંધોમાં બિલ્ડરની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, વકીલ સહિત 3 લોકોની ધરપકડ | 2026-01-13 18:01:18
ડ્રગ્સ માફિયાઓ સામે ઓપરેશન, ગુજરાત પોલીસે જાહેર કર્યો ખાસ વોટ્સએપ નંબર- Gujarat Post | 2026-01-13 17:52:03
SGST કમિશનર IAS આરતી કંવર અંધારામાં રહી જશે ? જોઇન્ટ કમિશનર વતી ઉઘરાણાં કરનારો મુસ્લિમ શખ્સ કોણ છે ? | 2026-01-13 13:08:01
સુરત ડ્રગ્સ લેબ કેસ: ઈશાના મોબાઈલમાંથી ખૂલ્યું લંડન કનેક્શન, વોટ્સએપ ચેટમાં ડ્રગ્સ નેટવર્કના અનેક રાઝ | 2026-01-12 18:30:28
ગુજરાત પોલીસ ભરતી: હવે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ | 2026-01-12 18:11:23