Sat,20 April 2024,3:19 pm
Print
header

મોદીએ જાપાનમાં શિન્ઝો આબેના અંતિમ સંસ્કારમાં આપી હાજરી, કહી આ વાત- Gujarat Post

(તસવીર સૌજન્યઃ એએનઆઈ)

શિન્જો આબેની ગોળી મારીને હત્યા કરાઈ હતી

આજે આબેના રાજકીય અંતિમ સંસ્કાર 

ટોક્યોઃ જાપાન પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટોકયોમાં જાપાનના પીએમ ફુમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ભારત-જાપાન સંબંધોને લઈને ચર્ચાઓ થઈ હતી.તેમની સાથેની દ્વિપક્ષીય બેઠક દરમિયાન PM મોદીએ કહ્યું, મને વિશ્વાસ છે કે તમારા નેતૃત્વમાં ભારત-જાપાન સંબંધો વધુ ગાઢ બનશે અને નવી ઊંચાઈઓ સર કરશે. અમે વિશ્વની સમસ્યાઓના ઉકેલમાં યોગ્ય ભૂમિકા ભજવીશું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના પૂર્વ પીએમ શિંજો આબેને પણ યાદ કર્યાં હતા. તેમણે કહ્યું કે, આપણે આજે દુઃખની આ ઘડીમાં મળી રહ્યાં છીએ. છેલ્લી વખત જ્યારે હું આવ્યો ત્યારે મેં જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે સાથે લાંબી વાતચીત કરી હતી.

ભારત શિન્ઝો આબેને મિસ કરી રહ્યું છે. જાપાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અને આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે, જેમાં હાજરી આપવા માટે પીએમ મોદી જાપાન ગયા છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch