Wed,29 November 2023,12:49 am
Print
header

દિવાળીના અવસર પર પીએમ મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા, અયોધ્યામાં 22 લાખથી વધુ દિવડા પ્રગટાયા

PM મોદીએ દિવાળીના તહેવાલ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

PM મોદી જમ્મુ-કાશ્મીરના છમ્બ સેક્ટરમાં ભારતીય સેનાના જવાનો સાથે દિવાળી મનાવી

નવી દિલ્હીઃ આજે દેશભરમાં દિવાળીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશને દિવાળીની શુભકામનાઓ પાઠવી અને દરેકના સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની કામના કરી. તેમજ સીએમ યોગી સહિત અનેક નેતાઓએ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી છે.

પીએમ મોદીએ કરી આ પોસ્ટ

દિવાળીના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટમાં લખ્યું કે દેશમાં મારા પરિવારના તમામ સભ્યોને દિવાળીની શુભકામનાઓ. આ વિશેષ તહેવાર તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય લાવે તેવી પ્રાર્થના.

આ વર્ષે વડાપ્રધાન મોદીએ જમ્મુમાં નિયંત્રણ રેખા પાસે છમ્બ સેક્ટરમાં ભારતીય સેનાના જવાનો સાથે દિવાળી ઉજવી હતી. અને જવાનો સાથે ચર્ચા કરી હતી. દિલ્હી પરત ફરતા પહેલા તેઓ બપોરે એક સૈન્ય સંમેલનને પણ સંબોધિત કરશે.

પીએમ મોદી દર વર્ષે સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરે છે

વડાપ્રધાન મોદી દર વર્ષે તેમની દિવાળી સેનાના જવાનો સાથે ઉજવે છે. PM મોદીએ 2014માં સિયાચીન ગ્લેશિયર, 2015માં પંજાબના અમૃતસર, 2016માં હિમાચલ પ્રદેશના કિન્નૌર અને 2017માં કાશ્મીરમાં ગુરેઝમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. 2018માં વડાપ્રધાને ઉત્તરાખંડના કેદારનાથમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.તેમના બીજા કાર્યકાળમાં વર્ષ 2019માં જમ્મુ ડિવિઝનના રાજૌરીમાં, વર્ષ 2020માં રાજસ્થાનના જેસલમેરમાં, વર્ષ 2021માં રાજૌરી જિલ્લાના નૌશેરામાં અને ગયા વર્ષે કારગીલમાં સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

સીએમ યોગીએ અભિનંદન પાઠવ્યાં, અયોધ્યામાં 22 લાખ 23 હજાર દિવડા પ્રગટાવ્યાં

દિવાળીના અવસર પર ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે પણ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, અસત્ય પર સત્યની જીત, અત્યાચાર પર સદાચાર, અંધકાર પર પ્રકાશના મહાન તહેવાર દિવાળીના અવસર પર રાજ્યની જનતાને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. ભગવાન શ્રી રામ અને માતા જાનકીના આશીર્વાદથી આ પવિત્ર તહેવાર તમારા બધાના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને સ્વાસ્થ્યના સફેદ પ્રકાશથી પ્રકાશિત કરે. જય શ્રી રામ.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch