નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 11 રાજ્યોમાં 9 વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. આ વંદે ભારત ટ્રેનો દ્વારા આ તમામ રાજ્યોમાં ન માત્ર મુસાફરીનો સમય ઘટશે પરંતુ કનેક્ટિવિટી પણ વધશે. મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી. વંદે ભારત ટ્રેનો પહેલાથી જ દેશભરમાં ઘણા રૂટ પર દોડી રહી છે. આવી સ્થિતિમાં આ ટ્રેનોની સાથે વંદે ભારત ટ્રેનોનો કાફલો પણ મોટો થવા જઈ રહ્યો છે.
આ 9 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 11 રાજ્યોમાં દોડવા જઈ રહી છે. આ રાજ્યોમાં રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઓડિશા, ઝારખંડ અને ગુજરાતનો સમાવેશ થાય છે. વંદે ભારત ટ્રેન દ્વારા આ રાજ્યોમાં કનેક્ટિવિટી સુધરશે. આ પ્રસંગે પીએમ મોદીએ લોકોને સંબોધિત કર્યાં હતા. આ 11 રાજ્યોના રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ વંદે ભારત ટ્રેનના લોન્ચિંગ સમયે હાજર રહ્યાં હતા. જેમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ ભાગ લીધો હતો.
ટ્રેન નંબર 22925 અમદાવાદ-જામનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન 25 સપ્ટેમ્બર, 2023થી શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને મંગળવારે નહીં ચાલે. આ ટ્રેન અમદાવાદથી સાંજે 5.55 કલાકે ઉપડશે અને તે જ દિવસે રાત્રે 10.35 કલાકે જામનગર પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 22926 જામનગર-અમદાવાદ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસનું નિયમિત સંચાલન 26 સપ્ટેમ્બર, 2023થી શરૂ થશે. આ ટ્રેન જામનગરથી સવારે 05.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 10.10 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ ચાલશે અને બુધવારે નહીં ચાલે. આ ટ્રેન બંને દિશામાં સાબરમતી, સાણંદ, વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર અને રાજકોટ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
BIG NEWS: 17 દિવસના સંઘર્ષ બાદ તમામ 41 કામદારો સુરંગમાંથી આવ્યાં બહાર, પરિવારજનોમાં ખુશીનો માહોલ | 2023-11-28 20:17:44
Breaking News- આખરે બચાવી લેવાઇ 41 જિંદગીઓ, ટનલમાં ફસાયેલા કામદારો પાસે 17 માં દિવસે પહોંચી મેડિકલ ટીમ | 2023-11-28 14:59:46
Breaking News- માવઠાંને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર આપશે સહાય, જાણો વધુ વિગતો | 2023-11-28 14:35:26
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં લોકો ઠુંઠવાયા, અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું | 2023-11-28 09:43:37
ઉત્તરકાશી બચાવ કામગીરીને લઇને આવ્યાં મોટા સમાચાર, 5-6 મીટર ડ્રિલિંગનું કામ હજુ બાકી | 2023-11-28 09:22:39
મોરબીમાં દલિતને માર મારવાનો કેસ, વિભૂતિ ઉર્ફે રાણીબા સહિત ત્રણ લોકોની પોલીસે કરી ધરપકડ | 2023-11-27 15:03:55
રાજ્યમાં માવઠા વચ્ચે વીજળીનો પણ કહેર, 6 વર્ષની બાળકી સહિત 17થી વધુ લોકોનાં મોત | 2023-11-27 08:07:05
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બરફની ચાદર છવાઈ, લોકોએ પરિવાર સાથે પડાવ્યાં ફોટો | 2023-11-26 10:07:53
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અયોધ્યામાં રામ લલ્લાના કર્યા દર્શન- Gujarat Post | 2023-11-25 17:13:27
હમ કિસી સે કમ નહીં....વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફાઇટર પ્લેન તેજસમાં ઉડાન ભરીને કહી આ વાત | 2023-11-25 13:03:37