Sun,08 September 2024,11:43 am
Print
header

PM મોદીએ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી, જાણો શું લખ્યું ?

નવી દિલ્હીઃ ભારતના 78મા સ્વતંત્રતા દિવસના અવસર પર પીએમ મોદીએ તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, તમામ દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ. જય હિંદ !" પીએમ મોદીએ હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં શુભેચ્છા પાઠવી છે.

આ ખાસ અવસર પર પીએમ મોદી 11મી વખત લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો. આ સમયગાળા દરમિયાન 6000 વિશેષ મહેમાનો હાજર રહ્યાં છે. દિલ્હીમાં હાજર વિશેષ મહેમાનો અને નેતાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લાલ કિલ્લાની આસપાસના તમામ રસ્તાઓ પર સામાન્ય લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઐતિહાસિક લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશને સંબોધન કર્યું. આ વર્ષે સ્વતંત્રતા દિવસની થીમ 'Developed India@2047' રાખવામાં આવી છે. કેન્દ્ર સરકારે આ વર્ષે લાલ કિલ્લા પર ઉજવણીના સાક્ષી બનવા માટે 6,000 વિશેષ મહેમાનોને આમંત્રણ આપ્યું છે.

અટલ ઈનોવેશન મિશન અને પીએમ શ્રી (પ્રાઈમ મિનિસ્ટર સ્કૂલ ફોર રાઈઝિંગ ઈન્ડિયા) યોજનાનો લાભ લઈ રહેલા વિદ્યાર્થીઓ અને 'મેરી માટી મેરા દેશ' હેઠળ મેરા યુવા ભારત (MY ભારત) અને રાષ્ટ્રીય સેવા યોજનાના સ્વયંસેવકો ભાગ લેશે. મહેમાનોમાં રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ નાણા અને વિકાસ નિગમ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ આદિજાતિ કારીગરો/વન ધન વિકાસ સભ્યો અને આદિજાતિ સાહસિકોનો પણ સમાવેશ થાય છે.

આ ઉપરાંત લાલ કિલ્લા પર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પ્રધાનમંત્રી પાક વીમા યોજનાના લાભાર્થીઓ અને ખેડૂત ઉત્પાદક સંગઠનોના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યાં છે. આશા વર્કરો, સહાયક નર્સ મિડવાઇવ્સ (ANM) અને આંગણવાડી કાર્યકરો, ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ, સંકલ્પના લાભાર્થીઓ, મહિલા સશક્તિકરણ કેન્દ્રો, લખપતિ દીદી, ડ્રોન દીદી પહેલ, સખી કેન્દ્ર યોજના, બાળ કલ્યાણ સમિતિ અને જિલ્લા સંરક્ષણ સમિતિ અને કામદારો પણ આ સમારોહમાં હાજર રહ્યાં છે.

પેરિસ ઓલિમ્પિકમાં સામેલ ખેલાડીઓ અને એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામના દરેક બ્લોકમાંથી એક મહેમાન, બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનના કાર્યકરો, પ્રેરણા સ્કૂલ પ્રોગ્રામના વિદ્યાર્થીઓ અને અગ્રતા ક્ષેત્રની યોજનાઓમાં સંતૃપ્તિ પ્રાપ્ત કરનાર ગ્રામ પંચાયતોના સરપંચો પણ આ કાર્યક્રમમાં હાજરી આપી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch