Fri,20 September 2024,12:43 pm
Print
header

G-20 સમિટની શરૂઆત, પીએમ મોદીએ કહ્યું- 21મી સદીનો આ સમય દુનિયાને નવી દિશા બતાવવાનો સમય- Gujarat Post

નવી દિલ્હીઃ આજથી જી-20 સમિટની શરૂઆત થઈ છે. પીએમ મોદીએ કાર્યક્રમ સ્થળ પર પધારેલા તમામ દેશોના નેતાઓનું સ્વાગત કર્યુ હતું. જે બાદ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે હું મોરોક્કોમાં ભૂકંપથી પ્રભાવિત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માંગુ છું. હું પ્રાર્થના કરું છું કે સમગ્ર વિશ્વ સમૂદાય આ મુશ્કેલ સમયમાં મોરોક્કોની સાથે ઉભો રહે. અમે તેમને શક્ય તમામ મદદ કરવા તૈયાર છીએ. G-20 ના પ્રમુખ તરીકે ભારત તમારું સ્વાગત કરે છે. અમે જ્યાં ભેગા થયા છીએ ત્યાંથી થોડા કિલોમીટર દૂર લગભગ 2,500 વર્ષ જૂનો એક સ્તંભ છે. સંસ્કૃત ભાષામાં લખ્યું છે- માનવતાનું કલ્યાણ અને સુખ સુનિશ્ચિત કરવું જોઈએ. અઢી હજાર વર્ષ પહેલા ભારતની ધરતીએ સમગ્ર વિશ્વને આ સંદેશ આપ્યો હતો. ચાલો આ સંદેશને યાદ કરીને G-20 ની શરૂઆત કરીએ.

વડાપ્રધાને કહ્યું કે 21મી સદીનો આ સમય દુનિયાને નવી દિશા બતાવવાનો સમય છે. આ તે સમય છે જ્યારે વર્ષો જૂના પડકારો આપણી પાસેથી નવા ઉકેલની માંગ કરી રહ્યાં છે.આપણે માનવતા પર ધ્યાન કેન્દ્રિત કરીને આ સમસ્યાઓનો ઉકેલ લાવવો પડશે.

આ સમિતમાં યુએસ પ્રમુખ જો બાઇડેન સહિત વિશ્વભરના અનેક નેતાઓ પહોંચ્યાં છે, આ બધા દેશો સાથે મળીને વિકાસના માર્ગે આગળ વધે તે માટે નવું આયોજન થઇ રહ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch