Thu,25 April 2024,9:42 am
Print
header

PM મોદીનું ગુજરાતમાં આગમન, ગાંધીનગરમાં પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં ઉપસ્થિત- Gujarat Post

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે છે. ટૂંકા પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદ એરપોર્ટ પરથી ગાંધીનગર જવા રવાના થયા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એરપોર્ટ પહોંચ્યાં હતા. બાદમાં મોદી ગાંધીનગરમાં પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમા ઉપસ્થિત રહ્યાં છે. આ સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ હાજર રહેશે. કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા હાજર રહ્યાં છે.

ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રૂ.2452 કરોડના વિવિધ વિભાગોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.જેમાં શહેરી વિકાસ વિભાગના રૂ.1654 કરોડ, વોટર સપ્લાય વિભાગના રૂ.734 કરોડ, માર્ગ અને વાહનવ્યવહાર વિભાગના રૂ.39 કરોડ તેમજ ખાણ અને ખનિજ વિભાગના રૂ.25 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch