Wed,19 February 2025,7:47 pm
Print
header

બજેટ સત્ર પહેલા મોદીએ દેવી લક્ષ્મીને કર્યા યાદ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અભિભાષણમાં કહી આ વાત- Gujarat Post

નવી દિલ્હીઃ બજેટ સત્ર પહેલા પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. મોદીએ કહ્યું, આપણા દેશના ગરીબ અને મધ્યમ વર્ગ પર દેવી લક્ષ્મી કૃપા કરે તેવી હું પ્રાર્થના કરે છું. ભારતે એક લોકશાહી દેશના રૂપમાં 75 વર્ષ પૂરા કર્યા તે ગર્વની વાત છે. વિશ્વમાં પણ ભારતનો દબદબો વધ્યો છે. આ મારા ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ છે. હું વિશ્વાસ સાથે કહું છું કે, 2047માં જ્યારે ભારત આઝાદીના 100 વર્ષ પૂરા કરશે ત્યારે વિકસિત ભારતના પોતાના લક્ષ્યને પૂર્ણ કરશે. આ બજેટ દેશને નવી ઊર્જા અને આશા આપશે.

જે બાદ રાષ્ટ્રપતિએ તેમના અભિભાષણમાં અનેક વાતો કરી હતી. પીએમ સ્વામિત્વ યોજના અંતર્ગત બે કરોડથી વધુ લોકોને સ્વામિત્વ કાર્ડ આપવામાં આવ્યાં છે. પીએમ કિસાન સમ્માન નિધિ અને આયુષ્માન યોજના અંતર્ગત કરોડો લોકોને સહાય આપવામાં આવી છે. યુવાનોને ટોચની કંપનીઓમાં ઈન્ટર્નશિપ કરવાનો અવસર પણ આપવામાં આવી રહ્યો છે.

રાષ્ટ્રપતિએ કહ્યું, પીએમ ઉજ્જવલા યોજના અંતર્ગત 10 કરોડ કનેકશન આપ્યાં છે. આવી યોજનાથી ગરીબો પણ સ્વમાનભેર જીવન જીવી શક છે. દેશમાં મધ્યમ વર્ગનો એક નવો વર્ગ તૈયાર થયો છે, જે દેશના વિકાસમાં યોગદાન આપી રહ્યો છે. મધ્યમ વર્ગ જેટલા સપના જોશે, દેશ એટલો જ વિકાસ કરશે.

રાષ્ટ્રપતિએ કહ્યું, દેશની 10 કરોડથી વધુ મહિલાઓને સ્વયંસેવી સંગઠનોમાં જોડવામાં આવ્યાં છે. લખપતિ દીદીની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે આપણા યુવાનો સ્ટાર્ટઅપથી લઈ સ્પેસ સુધી દેશનું નામ રોશન કરી રહ્યાં છે. છેલ્લા એક દાયકમાં મેક ઈન ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને સ્ટેન્ડ અપ ઈન્ડિયા યોજના દ્વારા યુવાનોને અનેક તક આપવામાં આવી છે.

એઆઈ અને ડિજિટલ ટેકનોલોજી અપનાવવામાં ભારતે વિશ્વને રસ્તો બતાવ્યો છે. સરકાર વિદ્યાર્થીઓ માટે આધુનિક પાઠ્યપુસ્તક તૈયાર કરી રહી છે. માતૃભાષામાં શિક્ષણની સુવિધા આપવામાં આવી રહી છે. 10 હજારથી વધારે સ્કૂલોમાં અટલ લેબ ખોલવામાં આવી છે.

 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch