Thu,30 March 2023,7:34 am
Print
header

PM મોદી બન્યાં ગુજરાતના મહેમાન, ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે નિહાળશે ટેસ્ટ મેચ

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે પહોંચ્યાં છે.રાત્રે તેઓ અમદાવાદ આવ્યાં હતા અને એરપોર્ટથી  ગાંધીનગર રાજભવન પહોંચ્યાં હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે. જેમાં મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ બંને સાથે મેચ નીહાળશે.

ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની આલ્બેનીઝે ટ્વિટ કરીને લખ્યું, આજે હું મંત્રીઓ અને ઉદ્યોગપતિઓના એક પ્રતિનિધિમંડળ સાથે ભારત લાવી રહ્યો છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આમંત્રણ પર અમે અમદાવાદ, મુંબઈ અને નવી દિલ્હીની મુલાકાત લઈશું.અમારો ભારત સાથેનો વેપાર મજબૂત બનશે.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન અમદાવાદના સાબરમતી આશ્રમની મુલાકાત ઉપરાંત રાજભવન ખાતે હોળીની ઉજવણીમાં હાજરી આપશે. મેચ જોયા બાદ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મુંબઈ જવા રવાના થશે, જ્યાં તેમને આઈએનએસ વિક્રાંત પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.

ગયા વર્ષે મે મહિનામાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન બનેલા એન્થોની આલ્બેનીઝની વડાપ્રધાન તરીકેની આ પ્રથમ ભારત મુલાકાત છે, આ દરમિયાન આર્થિક સહયોગ, સંરક્ષણ સહકારથી માંડીને વિવિધ દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. તેમણે પોતાની ભારત યાત્રા પર જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું કે, "ભારત સાથે અમારા સંબંધો મજબૂત છે, અને અમે આ સંબંધોને વધુ મજબૂત કરવા માંગીએ છીએ."

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch